BZ Group/ BZ ફાઇનાન્સ કૌભાંડ: CID ક્રાઈમે 7 આરોપીઓની કરી ધરપકડ, 360 કરોડના ટ્રાન્જેકશનના ખુલાસા

BA Scam Case : BZ ફાઈનાન્સ કૌભાંડના મહત્વના સમાચાર સામે આવ્યા છે, CID ક્રાઈમે 7 નવા આરોપીઓની ધરપકડ કરીને 360 કરોડની રકમનો ઘટસ્ફોટ થયો છે.

Top Stories Gujarat Breaking News

BZ Scam Case : BZ ફાઇનાન્સ કૌભાંડની તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સીઆઇડી(CID) ક્રાઇમના એસપી (SP) હિમાંશુ વર્માના માર્ગદર્શન હેઠળ  અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના બેંક ખાતાઓની તપાસમાં 360 કરોડ રૂપિયાના ટ્રાન્જેકશનના ખુલાસાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ કેટલા મોટાપાયે ચાલતું હતું.

સીઆઇડી(CID) ક્રાઇમે કરેલ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આરોપીઓ ગેરકાયદેસર રીતે પૈસાની લેવડદેવડ કરવા માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરતા હતા. આ સિવાય, સીઆઇડી (CID) ક્રાઇમે હાલમાં આ કૌભાંડમાં મેળવેલી રકમને બેનામી સંપત્તિમાં રોકવામાં આવી હતી કે કેમ તેની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં છેતરાયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 100થી વધુ અરજદારોએ સીઆઇડી (CID) ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. આ અરજદારોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના લોકોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે આ કૌભાંડ રાજ્યભરમાં ફેલાયેલું છે.

CID ક્રાઈમ દ્વારા (1) BZ FINANCIAL SERVICE (2) BZ INTERNATIONAL BROKING PRIVET LTD (3) BZ PROFIT PLUS (4) BZ MULTI TRADE આમ કુલ 4 કંપનીઓને સને ૨૦૨૦ થી ૨૦૨૪ દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય(4) કંપનીઓના ૧૬ બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.૩૬૦,૭૨,૬૫,૫૨૪/- નું રોકાણ થયેલ હોવાની વિગત મળી આવેલ છે. આ ચારેય(4) બેન્ક ખાતાઓમાંથી નાણા અરસ-પરસ સરક્યુલર ટ્રાન્જેકશન થયેલ હોવાની પણ વિગતો મળી આવેલ છે.

આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોનો વિશ્વાસ કરાવવા રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચુ વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળી આવેલ છે. સી.આઈ.ડી.ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ફકત એક જ બ્રાંચમાંથી રોકડ વ્યવહાર ટ્રાન્જેક્શનની તપાસમા કુલ રૂપિયા 52 કરોડ (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપેલ હોવાનુ સામે આવ્યુ છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલકતો વસાવેલ છે, જે મિલકતોની બજાર કિંમત આશરે 100 કરોડથી વધુની થાય છે. જે મિલકતો સીઝ કરવામા આવેલ છે.

તપાસ એજન્સીઓ હાલમાં આ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાને શોધી રહી છે. આ ઉપરાંત, આ કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીઆઇડી(CID) ક્રાઇમ આ તમામ એજન્ટોની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આ કૌભાંડના કારણે રાજ્યના ઓછામાં ઓછા 8 જિલ્લાઓના લોકોને નુકસાન થયું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને ઝડપી પાડવા અને છેતરાયેલા લોકોને ન્યાય અપાવવા માટે સરકાર કડક કાર્યવાહી કરશે તેવી આશા છે. સીઆઇડી ક્રાઇમ આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત, છેતરાયેલા લોકોને તેમનું પૈસા પરત મળે તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે CIDની તપાસ તેજ, શિક્ષક અને ઓફિસ બોયની પૂછપરછ, પોલીસ અધિકરીઓની સંડોવણીની ખુલી પોલ

આ પણ વાંચો: BZ કૌભાંડ બાદ નાની પોન્ઝી સ્કીમના સંચાલકો પણ ફરાર

આ પણ વાંચો: BZ કૌભાંડ કેસમાં CID ક્રાઈમની તપાસ, પ્રિન્સિપાલે એજન્ટ બનીને રોકાણકારોને આકર્ષ્યા હોવાની તપાસ