Gujarat News/ રાજ્યમાં પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર

જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે

Top Stories Gujarat

Gujarat News : એકતરફ પોલીસ ભરતી માટે ઉમેદવારો રાહ જોઈને બેઠા છે ત્યારે રાજ્યમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ ભરતીની શારીરિક કસોટીની રાહ જોઈ રહેલા ઉમેરવારો માટે આ મામલે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે. આ શારીરિક કસોટી અંદાજે બે મહિના સુધી ચાલશે. નોંધનિય છે કે, પોલીસ ભરતી બોર્ડે જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવા સૂચના આપી છે. આ સાથે ટૂંક સમયમાં જ કસોટીની તારીખની સત્તાવાર જાહેરાત થશે.પોલીસ ભરતીને લઈ મહત્વનાં સમાચાર સામે આવ્યા છે.

જાન્યુઆરી મહિનાના બીજી સપ્તાહમાં શારીરિક કસોટી યોજાઈ શકે છે. નોંધનિય છે કે, PSI અને લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજવાની છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયા પર પોલીસ ગ્રાઉન્ડની વિગતોની માહિતી ફરતી થઇ હતી. જેના થકી જેતે જિલ્લાઓના ઉમેદવારો ગ્રાઉન્ડમાં તૈયારીઓ કરી શકે.

ગ્રાઉન્ડના સ્થળની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુપીએસસી પરીક્ષામાં સ્પીપા અમદાવાદના 25 ઉમેદવારોને સફળતા મળતા CM ભુપેન્દ્ર પટેલે કરી મુલાકાત

આ પણ વાંચો:સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

આ પણ વાંચો:ગુજરાત કેડરના ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત