અમદાવાદ/ યુપીએસસી પરીક્ષામાં સ્પીપા અમદાવાદના 25 ઉમેદવારોને સફળતા મળતા CM ભુપેન્દ્ર પટેલે કરી મુલાકાત

સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પીપા, અમદાવાદના યુ.પી.એસ.સી.માં સફળ થયેલા ઉમેદવારોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફળતા મેળવનારા યુવાઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી. સ્પીપામાંથી અત્યાર સુધીમાં ૨૮૫ ઉમેદવારો યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થઈ અંતિમ પસંદગી પામ્યા છે. આ વર્ષે સૌથી વધુ 25 ઉમેદવારો પસંદ થયા.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 04 27T181945.135 યુપીએસસી પરીક્ષામાં સ્પીપા અમદાવાદના 25 ઉમેદવારોને સફળતા મળતા CM ભુપેન્દ્ર પટેલે કરી મુલાકાત

Ahmedabad News: ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.

આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023માં સ્પીપાના 25 ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.

શનિવાર 27 એપ્રિલે સ્પીપાના આ સફળ ઉમેદવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે  શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી હતી.

તેમણે આ યુવાઓને તાલીમ બાદ જ્યારે તેઓ સેવામાં જોડાય ત્યારે ગરીબ વંચિત અને નાના માં નાના માનવીના કલ્યાણ ના ધ્યેય સાથે સેવારત રહેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુખ્મંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને સ્પિપાના ડાયરેક્ટર જનરલ મહોમ્મદ શાહિદ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં ડ્રગ્સ મોકલાવ્યું છે કહીને 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી

આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત

આ પણ વાંચો:બે ઓનલાઇન ગેમરોને આ વસ્તુ કરવી પડી ભારે, પછી થયું એવું કે….

આ પણ વાંચો:બારડોલીમાં વધુ એક વખત રખડતાં ઢોરનો આતંક, 1નું મોત