Gujarat/ અમદાવાદમાં ચૂંટણી પહેલા નેતાઓનો વિરોધ, મત માંગવા ન આવવાનાં લખાણ સાથેનાં પોસ્ટરો લાગ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને દરેક રાજકીય પક્ષ દ્વારા આ ચૂંટણીઓમાં કોને ટિકિટ આપવી તે બાબતે સેન્સ લેવાની કામગીરી કરી રહ્યું છે….

Ahmedabad Gujarat
police attack 13 અમદાવાદમાં ચૂંટણી પહેલા નેતાઓનો વિરોધ, મત માંગવા ન આવવાનાં લખાણ સાથેનાં પોસ્ટરો લાગ્યા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને દરેક રાજકીય પક્ષ દ્વારા આ ચૂંટણીઓમાં કોને ટિકિટ આપવી તે બાબતે સેન્સ લેવાની કામગીરી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં પોસ્ટરો લગાવીને ભાજપના મહિલા કાઉન્સિલરોનો વિરોધ થઈ રહ્યો છે.

police attack 14 અમદાવાદમાં ચૂંટણી પહેલા નેતાઓનો વિરોધ, મત માંગવા ન આવવાનાં લખાણ સાથેનાં પોસ્ટરો લાગ્યા

કૃષ્ણનગરમાં અલગ અલગ સોસાયટીમાં લાગેલા પોસ્ટરોમાં લખાણ લખેલું જોવા મળ્યું છે કે, “કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી, ગુનાખોરીનો વિનાશ વેરનારા મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહી” તેમજ ચૂંટણી આવી એટલે અમારા કૃષ્ણનગરના મહિલા કોર્પોરેટર દેખાશે ત્યારબાદ ચૂંટણી પછી ખોવાઈ જશે આવા પણ પોસ્ટર તેમના મત વિસ્તારમાં લાગ્યા.

police attack 15 અમદાવાદમાં ચૂંટણી પહેલા નેતાઓનો વિરોધ, મત માંગવા ન આવવાનાં લખાણ સાથેનાં પોસ્ટરો લાગ્યા

મહત્વનું છે કે આ પોસ્ટરો લાગયા તે વિસ્તાર કોર્પોરેશનના નરોડા અને ઠક્કરનગર વોર્ડમાં આવે છે ત્યારે આ પોસ્ટર કયા મહિલા કોર્પોરેટરના વિરોધમાં લાગ્યા છે તે જોવાનું રહ્યું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો