શાળાઓ ખૂલશે/ શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, હવે 1 ફેબ્રુ.થી ધો. 9 અને 11નું શિક્ષણકાર્ય થશે શરુ

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મળેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યમાં આગામી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરુ કરવાની જાહેરાત કરી છે.

Top Stories Gujarat Others
a 413 શિક્ષણમંત્રીએ કરી મોટી જાહેરાત, હવે 1 ફેબ્રુ.થી ધો. 9 અને 11નું શિક્ષણકાર્ય થશે શરુ

રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત ઘટી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા ગત 11  જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10  અને 12 નું શિક્ષણકાર્ય શરુ કર્યું હતું, ત્યારબાદ હવે ધોરણ. 9 અને 11 ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે રહ્યા છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે મળેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યમાં આગામી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરુ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સાથે રાજ્યમાં ટ્યુશન ક્લાસ પણ ફરીથી શરુ કરવાની પણ જાહેરાત કરાઈ છે.

કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યા પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય હાથ ધરવું પણ સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં ધોરણ 10 અને 12ના વર્ગો પહેલાથી જ શરુ થઈ ચુક્યા છે. ત્યારે શિક્ષણ મંત્રીએ આજે કહ્યું હતું કે આ વર્ગોમાં સંતોષકારક હાજરી રહી છે. અને હવે રાજ્યમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે ત્યારે આગામી 1 તારીખથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણકાર્ય શરુ થઈ જશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો