Ahmedabad Airport/ અમદાવાદ એરપોર્ટ પર બિયરના બોક્સ સાથે ફરતા ડેકોરેટરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ૨૨ વર્ષીય યુવક પાસેથી સોમવારે સાંજે ટર્મિનલ 2ના ડિપાર્ચર ગેટ પરથી બિયરની

Ahmedabad Gujarat
એરપોર્ટ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ૨૨ વર્ષીય યુવક પાસેથી સોમવારે સાંજે ટર્મિનલ 2ના ડિપાર્ચર ગેટ પરથી બિયરની 36 બોટલો જપ્ત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યુવક એરપોર્ટ પર ડેકોરેશનના કામ માટે ત્યાં આવેલ હતો અને ત્યારબાદ તપાસમાં તેની પાસેથી 36 બિયરની બોટલ જેની કિમત 5880 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

આ તમામ વાતની જાણ ત્યાં તૈનાત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના 34 વર્ષીય સબ ઈન્સ્પેક્ટર સ્મિત સુહાગને થઇ તમને જણાવ્યું હતું કે તેઓ ત્યાં એન્ટ્રી પેસેજમાં સ્કેનિંગ મશીન વડે રેન્ડમ તપાસ કરી રહ્યા હતા અને એવામાં ત્યાંથી એક વ્યક્તિ બે ક્રેટ લઈને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો તેને જણાવ્યું કે આમાં ડેકોરેટની વસ્તુઓ લઇ જઈ રહ્યો છે. પરંતુ જયારે ઇન્સ્પેકટર સુહાગ બોક્સને સ્કેન કરે છે ત્યારે તેની અંદર બોટલો હોવાનું સામે આવે છે.

સુહાગે કહ્યું કે તેણે જેવા ક્રેટ્સ ખોલ્યા અને તેને બિયરની બે ડઝન 350 મિલીની બોટલો અને એક ડઝન 650 મિલીની બોટલો મળી. આ ઉપરાંત સામે આવ્યું કે ઉત્તર પ્રદેશના કાનપુરના વતની 22 વર્ષીય કર્તવ્ય જૈન કે જેની પાસે દારૂની પરમિટ ન હતી અને તેથી તેને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ત્યારબાદ કેસના તપાસ અધિકારી, એરપોર્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર એચ પાંડવે જણાવ્યું હતું કે આ આરોપી જૈન દિલ્હી સ્થિત ફર્મ માટે કામ કરતો હતો અને તેને ક્રિસમસ માટે એરપોર્ટને સજાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

“આ ઉપરાંત અમે હજી પણ તપાસ કરી રહ્યા છીએ કે તેને બિયર ક્યાંથી મળી અને તે તેના પોતાના વપરાશ માટે હતી કે અન્ય માટે. પાંડવે કહ્યું કે બોટલો પર ‘ફક્ત હરિયાણામાં વેચાણ માટે’ સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો.



આ પણ વાંચો:viramgam/નળકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં રાજસ્થાની લુહારીયા પરિવારો ખેતી ઓજાર બનવવા કામે લાગ્યા

આ પણ વાંચો:Surendranagar/ધ્રાંગધ્રા પંથકમાં કરોડોના ખર્ચે બનેલી માઇનોર કેનાલ સફાઇ અભાવે શોભાના ગાંઠીયા સમાન

આ પણ વાંચો:Surendranagar/ધ્રાંગધ્રામાં પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂક કરતા શખ્સ વિરુધ્ધ ફરીયાદ

આ પણ વાંચો:Green hydrogen/ગુજરાત બનશે ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ