Not Set/ ચક્ચારી અમિત જેઠવા હત્યા કેસમાં 29 જૂને કોર્ટ આપશે ચૂકાદો

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાનાં બહુ ચર્ચીત હત્યા કેસમાં આજે ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદો આવાની સંભાવનાં હતી. ત્યારે હાલ કોર્ટ ચૂકાદાને 29 જૂન સુધી સુરક્ષીત રાખવામા આવ્યો છે. કોર્ટ દ્રારા ચૂકાદો માટે તારીખ 29 જૂનની તારીખ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં હત્યાનાં […]

Gujarat Rajkot Others
pjimage 3 4 ચક્ચારી અમિત જેઠવા હત્યા કેસમાં 29 જૂને કોર્ટ આપશે ચૂકાદો

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાનાં બહુ ચર્ચીત હત્યા કેસમાં આજે ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદો આવાની સંભાવનાં હતી. ત્યારે હાલ કોર્ટ ચૂકાદાને 29 જૂન સુધી સુરક્ષીત રાખવામા આવ્યો છે. કોર્ટ દ્રારા ચૂકાદો માટે તારીખ 29 જૂનની તારીખ જાહેર કરવામાં આવી છે.

GUJ HC ચક્ચારી અમિત જેઠવા હત્યા કેસમાં 29 જૂને કોર્ટ આપશે ચૂકાદો

આપને જણાવી દઇએ કે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં હત્યાનાં મુખ્ય આરોપી માનવામા આવતા ભાજપનાં પૂર્વ સાંસદ  દીનુ બોઘા સોલંકીએ CBI કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામા આવ્યો હતો. આરોપી દિનુ બોધા સોલંકી દ્રારા ગુજરાત હાઇકોર્ટમાં CBI કોર્ટનાં ચૂકાદા સામે સાક્ષીઓને બોલાવી સામેના ચૂકાદા સામે અરજી કરવામા આવી હતી.

આ પણ જુઓ………

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયેદ ઉતખન્ન મામલે RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20મી જુલાઈ 2010નાં રોજ હાઈકોર્ટ પાસેના સત્યમેવ કોમ્પલેકસ નજીક પોઈન્ટ બ્લેક રેન્જથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા શાર્પ શૂટર શૈલેષ પંડયાએ કરી હોવાનો ખુલાસો થયો હતો. અને સમગ્ર મામલાની તપાસ શહેર ક્રાઈમ બ્રાંચે કરી હત્યારાને ઝડપી પાડયો હતો.

DINU ચક્ચારી અમિત જેઠવા હત્યા કેસમાં 29 જૂને કોર્ટ આપશે ચૂકાદો

કેસમાં મૃતકના પિતાએ હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસની માગ કરતા કોર્ટે તેમની અરજી પણ સ્વીકારી હતી અને તપાસ CBIને સોંપાઈ હતી. જે અંતર્ગત CBIએ નવેમ્બર 2013માં ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીની ધરપકડ઼ કરી હતી. બાદમાં દીનુ સોલંકીને સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરતા એક બાદ એક 6 જેટલાં આરોપીઓ જામીન પર મુકત કરવામાં આવ્યા હતા. બાદમાં દિનુ સોલંકી, શૈલેષ પંડયા, શિવા સોલંકી, શિવા પચાણ સહિત સાત સામે ચાર્જફ્રેમ કરવમાં આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.