દુર્ઘટના/ સુરતના પુણા ગામમાં હાઈટેન્શન વીજ ટાવર ધરાશાયી

સુરતના પુણા ગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલથી લઈ નંદનવન રોડ સુધી વર્ષો પહેલાના જેટકો કંપનીના હાઇટેનશન લાઈનના  વીજ ટાવર ઉભા છે.

Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2023 11 29T181801.850 સુરતના પુણા ગામમાં હાઈટેન્શન વીજ ટાવર ધરાશાયી
  • સુરતના પુણા ગામમાં હાઈટેન્શન વીજ ટાવર થયો ધરાશાયી
  • માતૃશક્તિ સોસાયટી પાસે હાઈટેન્શન લાઈનનો પોલ ધરાશાયી
  • લોખંડનો ભારી ભરખમ વીજ પોલ ધરાશાહી થતા નાસભાગ
  • કેટલાય વર્ષોથી વીજ પોલ બંધ હાલતમાં છે

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ વર્ષો જૂનો જેટકો વીજ કંપનીનો ટાવર ધરાશાયી થઈ ગયા હતા.આ ઘટના બનતા ત્યાંથી પસાર થતી એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી.અને પગના ભાગે ફ્રેક્ચર આવ્યું હતુ. આ વીજ પોલ વર્ષો થી બંધ હાલતમાં છે અને તેને ઉતારી લેવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી હતી.તેમ છતાં હજુકોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ ઘટના બનતાજ સ્થાનિકો માં રોષ ભભૂકી ઉઠ્યો છે.

સુરતના પુણા ગામ વિસ્તારમાં નાલંદા સ્કૂલથી લઈ નંદનવન રોડ સુધી વર્ષો પહેલાના જેટકો કંપનીના હાઇટેનશન લાઈનના  વીજ ટાવર ઉભા છે.વર્ષો થી બંધ હાલત માં ઉભેલા હાઇટેનશન ના ભારે ભરખમ વીજ ટાવર ઉતારી લેવા માટે અનેક વખત રજુઆત કરાઈ છે.2020માં સ્થાનિક કોર્પોરેટર દિનેશ સાવલિયા તેમજ સુરેશ સુહાગિયાએ આ હાઈટેન્શન લાઈન ઉતારી પાડવા માટે મુહિમ શરૂ કરી હતી.અને રજુઆત પણ કરી હતી.ત્યારબાદ વીજ કંપની માંથી લેખિત માં લેટર પણ આવ્યો હતો.જોકે આ વીજ ટાવર વર્ષોથી ઉભેલા હોવાથી ખખડધજ અને જર્જરિત થઈ ગયા હતા.આ વીજ ટાવર ગમે ત્યારે ધરાશાયી થાય તેવી પરિસ્થિતિ માં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી.જેનું પરિણામ આજે જોવા મળ્યું હતું.અને ભર બજારમાં જ હાઇટેનશન નો વીજ ટાવર એકાએક ધરાશાહી થઈ ગયો હતો.

વીજ ટાવર ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ જોવા મળી હતી.જ્યારે ભારે ભરખમ વીજ ટાવર ધરાશાયી થયો ત્યારે ત્યાંથી પસાર થતી બાળકી પર વીજ ટાવર પડ્યું હતું.જેથી બાળકીને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ વીજ ટાવર ને ઉતારી લેવા વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાંના લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે સદનસીબે જ્યારે વીજ ટાવર પડ્યો ત્યારે લોકો થોડા દૂર હતા જો.આ ભારે ભરખમ વીજ ટાવર સીધો કોઈની માથે પડ્યો હોત તો મોટા પાયે જાનહાની થાત અને ત્યારબાદ તેનું જવાબદાર કોણ બનેત તે પણ એક મોટો સવાલ છે.કારણ કે વીજ કંપની પાલિકા પર બધું ઢોળે છે અને પાલિકા વીજ કંપની પર આ બંનેની ખેંચ ખેંચ મા અહીંયા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ.


whatsapp ad White Font big size 2 4 સુરતના પુણા ગામમાં હાઈટેન્શન વીજ ટાવર ધરાશાયી


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચો:આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત