સૌરાષ્ટ્ર/ વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકાયુ

સમગ્ર રાજય માં કોરોના ના કેસો આ બીજી લહેર માં  વધતા જોવા મળ્યા . સરકાર આ કેસોને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરતી જોવા મળી છે .વધતા જતા કેસો ને લીધે રાજય ના ધાર્મિક મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. કેસો હળવા થતા હવે મંદિરો ખોલવામાં આવ્યા છે .ત્યારે સૌરાષ્ટ્રનું  નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન […]

Gujarat Others
Untitled 133 વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકાયુ

સમગ્ર રાજય માં કોરોના ના કેસો આ બીજી લહેર માં  વધતા જોવા મળ્યા . સરકાર આ કેસોને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરતી જોવા મળી છે .વધતા જતા કેસો ને લીધે રાજય ના ધાર્મિક મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. કેસો હળવા થતા હવે મંદિરો ખોલવામાં આવ્યા છે .ત્યારે સૌરાષ્ટ્રનું  નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકાયુ છે.  પરંતુ  સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં અપાય. દશનાર્થીઓએ  ફરજિયાત માસ્ક અને સોશલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. મંદિર માં દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. દર્શનાર્થીઓએ ટોકન સિસ્ટમથી  જ દર્શન માટે પ્રવેશ કરી શકશે.

રાજય માં  પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે.ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર, માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર, ભાવનગરનું ખોડીયાર મંદિર 11મીથી ખુલી ગયા છે. જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલ્લી ગયા છે.