ડીસા/ કુંવારા પાદર મહિલા દૂધ મંડળીમાં લાખોની ઉચાપત, મંત્રી અને સભ્યો સામે પોલીસ ફરીયાદ

ડીસા પંથકની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સહિત વ્યવસ્થાપક કમિટીના સભ્યો વિરૂધ્ધ ૧૪.૮૯ લાખની ઉચાપતની ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે.

Top Stories Gujarat Others
keshod 15 કુંવારા પાદર મહિલા દૂધ મંડળીમાં લાખોની ઉચાપત, મંત્રી અને સભ્યો સામે પોલીસ ફરીયાદ

@ભરત સુન્દેશા,ડીસા

ડીસા પંથકની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સહિત વ્યવસ્થાપક કમિટીના સભ્યો વિરૂધ્ધ ૧૪.૮૯ લાખની ઉચાપતની ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. મહિલા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ ઓડીટ દરમ્યાન સિલક રૂ.૧૪.૮૯ લાખ રજુ કરી ન હતી. જેને લઇ તપાસ કરતાં મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ મળી કુલ ૧૪,૮૯,૩૭૮ ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાને લઇ સહકારી અધિકારીને પોલીસ ફરીયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાની ધી કુવારા પાદર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મંડળીમાં તા.૨૭/૩/૨૦૧૦ થી મંત્રી તરીકે રહેલા દિનેશભાઇ ડગલાએ મંડળીમાં તા. ૧/૭/૨૦૧૯ થી તા. ૩૦/૯/૨૦૨૦ દરમ્યાન મોટી ઉચાપત કરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ઓડીટ દરમ્યાન મંડળીના રૂ.૧૪,૮૯,૩૭૮ ચોખ્ખી નાણાંકીય ઉચાપત કરી તેમના અંગત ઉપયોગમાં વાપરી હોવાનું સ્પષ્ટ થતાં ચકચાર મચી ગઇ છે. જેમાં મડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ પણ દેખિતી ઉચાપત કરવામાં મદદગારી કરી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ધી કુવારા પાદર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો સામે ફરીયાદ થતાં હડકંપ મચી ગયો છે. મંત્રીએ તેમના કાર્યકાળમાં તા. ૨૦/૧૧/૨૦૨૦ થી તા.૨૫/૧૧/૨૦૨૦ ના ઓડીટ દરમ્યાન નાણાંકીય ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ થતાં સહકારી અધિકારીએ તેમની સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૦૮,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…