Not Set/ દેશમાં પહેલીવાર કરવામાં આવશે વાઘોનો કોરોના ટેસ્ટ, આ કારણે લેવાયો નિર્ણય

જાન્યુઆરી પછીથી જ પેંચ ટાઇગર રિઝર્વ, સિવનીમાં ત્રણ વાઘના મૃત્યુનાં કારણો વિશે ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.

Top Stories India
A 187 દેશમાં પહેલીવાર કરવામાં આવશે વાઘોનો કોરોના ટેસ્ટ, આ કારણે લેવાયો નિર્ણય

જાન્યુઆરી પછીથી જ પેંચ ટાઇગર રિઝર્વ, સિવનીમાં ત્રણ વાઘના મૃત્યુનાં કારણો વિશે ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળા કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી. જે બાદ વન વિભાગના અધિકારીઓએ રિઝર્વનાં વાઘોનો કોરોના ટેસ્ટ માટે બ્લડ અને ઓરોફેરીંજલ સ્વેબ નમૂનાઓ લેવાનું નક્કી કર્યું છે. આ સાથે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં પહેલીવાર વાઘનો કોરોના ટેસ્ટ થઈ રહ્યો છે.

વરસાદને લીધે રિઝર્વમાં નથી મળી રહ્યા વાઘ

પેંચમાં ટાઇગર રિઝર્વ ફીલ્ડના ડિરેક્ટર વી.એસ. પરિહારે જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી વન વિભાગના છ અધિકારીઓ બે હાથીઓમાં સવાર થઈને રિઝર્વમાં વાઘને શોધી નમુનાઓ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમને હજી સુધી કોઈ વાઘ મળ્યો નથી. જણાવીએ કે, છેલ્લી ગણતરીના સમયે રિઝર્વમાં 53 વાઘ હતા.

પરિહારે આગળ જાણાવ્યું કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 5 થી 8 વર્ષની વયના ત્રણ વાઘ મૃત્યુ પામ્યા છે. પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં વાઘના શબ પર કોઈ ઝેર, કરંટ અથવા ઈજાના નિશાન ન મળ્યા હોવાથી શિકાર થવાની શક્યતાને નકારી કાઢી હતી. તેથી, બાકીના વાઘનો કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય વાયરસનો પણ કરવામાં આવશે ટેસ્ટ 

વન્યજીવન વિભાગના મુખ્ય વન સંરક્ષક (પીસીસીએફ) આલોક કુમાર કહે છે કે વાઘના મોતનું કારણ જાણવા માટે પેંચ ટાઇગર રિઝર્વ વહીવટી તંત્રે ગયા મહિને વન વિભાગની મુખ્ય કચેરીને પત્ર લખીને પાંચ વાઘના નમૂના લેવાની મંજૂરીની વિનંતી કરી હતી. આ નમૂનાઓનું પરીક્ષણ COVID-19 અને અન્ય વાયરસ માટે કરવામાં આવશે.