Not Set/ તમારા સપનાની કાર ખરીદવા માંગો છો તે પહેલા વાંચો આ અહેવાલ

ભારતનાં પેસેન્જર વાહન ઉત્પાદકો એપ્રિલ મહિનાથી લોકડાઉન દરમ્યાન ખોરવાઇ ગયેલા ઉત્પાદનને પાછું બનાવવા માટે ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે,

Tech & Auto
2 189 તમારા સપનાની કાર ખરીદવા માંગો છો તે પહેલા વાંચો આ અહેવાલ

ભારતનાં પેસેન્જર વાહન ઉત્પાદકો એપ્રિલ મહિનાથી લોકડાઉન દરમ્યાન ખોરવાઇ ગયેલા ઉત્પાદનને પાછું બનાવવા માટે ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે, માર્કેટ લીડર મારુતિ સુઝુકી જુલાઈમાં એક મહિના માટે તેનું સર્વોચ્ચ વોલ્યુમ નોંધશે તેવી ધારણા છે.

2 190 તમારા સપનાની કાર ખરીદવા માંગો છો તે પહેલા વાંચો આ અહેવાલ

બેકાબૂ કોરોના / વિશ્વમાં કોરોના મહામારીનું તાંડવ, અત્યાર સુધીમાં 38.7 લાખ લોકોનાં થયા મોત

ઓટોમોબાઈલ લીડર મારુતિ સુઝુકી ઈન્ડિયા, જુલાઈથી સપ્ટેમ્બરનાં ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં વધારાને કારણે તેના વાહનોનાં ભાવમાં વધારો કરશે. નિયમનકારી ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીનાં વાહનોની કિંમત પર પ્રતિકૂળ અસર પડી છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, આ જ કારણે કંપનીએ ઉપરોક્ત વધારાની કિંમતનાં કેટલાક પ્રભાવને ભાવ વધારાનાં માધ્યમથી ગ્રાહકોને સ્થાનાંતરિત કરવું હિતાવહ સમજ્યુ છે. કંપનીએ કહ્યું કે, તેણે આ નાણાકીય વર્ષનાં બીજા ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો કરવાની યોજના બનાવી છે અને વિવિધ મોડેલોમાં આ વધારો જુદો હશે. કંપનીએ અગાઉ એપ્રિલમાં વિવિધ કાર મોડલ્સનાં ભાવમાં વધારો કર્યો હતો. મહામારી વચ્ચે કેટલાક ઓટોમેકર્સનાં ભાવમાં વધારો થયો છે, કારણ કે તેમના ઇનપુટ ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાંત રોગચાળા વચ્ચે વેચાણમાં થયેલા ઘટાડાની અસર ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ પડી છે. જો કે, વિવિધ રાજ્યોમાં પરિસ્થિતિ બરાબર થતાંની સાથે પ્રતિબંધ હળવા થવાની શરૂઆત થઈ છે, તેથી હવે મોટા ઓટોમેકર્સ પણ કામગીરીને સામાન્ય બનાવી શકે છે.

2 191 તમારા સપનાની કાર ખરીદવા માંગો છો તે પહેલા વાંચો આ અહેવાલ

રાજકારણ / રાહુલ ગાંધી આજે કરશે પ્રેસ કોન્ફરન્સ, કોરોના પર જાહેર કરશે શ્વેતપત્ર

ઉદ્યોગને આશા છે કે, આવનારા મહિનામાં બજારમાં માંગમાં વૃદ્ધિ આવશે, જેવમકે ગત વર્ષે લોકડાઉન થયા બાદ થયુ હતુ, અને કંપનીઓ આ વખતે આ મામલે પૂરી રીતે તૈયાર છે. વાહન બજાર પૂર્વાનુમાાન પેઢીનાં સહયોગી નિયામક ગૌરવ વાંગલેએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “રેપ-અપ ખૂબ જ મજબૂત છે અને દર અઠવાડિયે શેડ્યૂલ સુધરી રહ્યુ છે.” આ ઉપરાંત, વાહન ઉત્પાદકો તેમના પ્રખ્યાત મોડેલો માટેનાં મોટા પેન્ડિંગ ઓર્ડર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને ડીલરશીપ પર ઇન્વેન્ટરી ઓછી છે, જેના કારણે તેમને ઉત્પાદન વધારવાની જરૂર છે, આ વિશે વાંગલે જણાવ્યું હતું. મારુતિ સુઝુકીએ બજારનાં દૃષ્ટિકોણ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તે કહે છે, “અમે ઉત્પાદન અને વેચાણનાં માસિક અથવા ત્રિમાસિક ભાગો વિશે કોઈ માર્ગદર્શન આપતા નથી.” ઓક્ટોબર 2020 માં કંપનીએ તેનું સૌથી વધુ માસિક ઉત્પાદન 1,82,000 યુનિટ્સ નોંધ્યું હતું.

majboor str 19 તમારા સપનાની કાર ખરીદવા માંગો છો તે પહેલા વાંચો આ અહેવાલ