Not Set/ આસુસે ભારતમાં લોન્ચ કર્યા બે ગેમિંગ લેપટોપ, જાણો ખાસિયત

તાઈવાનની કંપની આસુસે ભારતમાં બે ગેમિંગ લેપટોપ FX 504 TUF અને ROG 703 લોન્ચ કર્યા છે. બને લેપટોપમાં ઇન્ટેલના 8th જનરેશન પ્રોસેસર આપવામાં આવ્યા છે. ROG 703 માં ઇન્તેલનું નવું હેક્સ કોર i9 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. ROG 703 માં શું છે ખાસ:- આ પાવરફુલ ગેમિંગ લેપટોપમાં 4.8 ગીગા હર્ટઝનું ઇન્ટેલ કોર i9 પ્રોસેસર […]

Tech & Auto
ASUS ROG FX504 ROG Zephyrus M GM501 header આસુસે ભારતમાં લોન્ચ કર્યા બે ગેમિંગ લેપટોપ, જાણો ખાસિયત

તાઈવાનની કંપની આસુસે ભારતમાં બે ગેમિંગ લેપટોપ FX 504 TUF અને ROG 703 લોન્ચ કર્યા છે. બને લેપટોપમાં ઇન્ટેલના 8th જનરેશન પ્રોસેસર આપવામાં આવ્યા છે. ROG 703 માં ઇન્તેલનું નવું હેક્સ કોર i9 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ROG 703 માં શું છે ખાસ:-

આ પાવરફુલ ગેમિંગ લેપટોપમાં 4.8 ગીગા હર્ટઝનું ઇન્ટેલ કોર i9 પ્રોસેસર આપવામાં આવ્યું છે. શાનદાર ગ્રાફિક્સ માટે આમાં એન્વિડીયા જીફોર્સ GTX 1080ગ્રાફિક્સ આપવામાં આવ્યું છે અને સાથોસાથ 8 જીબી GDDR%X VRAM થી પણ સજ્જ છે.

ડિસ્પ્લે:

આ લેપટોપમાં 17.૩ ઇંચની વિશાળ ડિસ્પ્લે આપવામાં આવી છે જે ફૂલ એચડી છે. ડિસ્પ્લેનું રીફ્રેશ રેટ 144 હર્ટઝ અને રિસ્પોન્સ રેટ ૩ms નું છે. એટલે કે કેટલી પણ હેવી ગેમ હોય, તમને કોઈ પણ જાતનું લેગ અનુભવ નહિ થાય અને ગેમિંગનો શાનદાર અનુભવ થશે. એવો કંપનીનો દાવો છે. ગેમિંગ દરમિયાન રીફ્લેક્શનથી બચવા માટે એન્ટી ગ્લેર કોટિંગ આપવામાં આવી છે.

સોફ્ટવેર:

ROG G703 માં Aura Sync ટેકનોલોજી આપવામાં આવી છે જેનાથી કસ્ટમર લાઈટ ઈફેક્ટસણે કસ્ટમાઈઝ અને સિંક કરી શકશે. ભલે તે હેડસેટ હોય, માઉસ હોય કે પછી કીબોર્ડ હોય. ઓરા સિંકમાં 16 મિલિયન કલર પ્લેટસ આપવામાં આવી છે અને 8 જાતની લાઈટીંગ મોડલ્સ તેને કંટ્રોલ પેનલ સાથે એક્સેસ કરી શકાશે.

Scar Hero આસુસે ભારતમાં લોન્ચ કર્યા બે ગેમિંગ લેપટોપ, જાણો ખાસિયત

કિંમત અને ઉપલબ્ધતા:

આ લેપટોપ 64 જીબી રેમ વેરીયેન્ટની કિંમત 4,99,990 રૂપિયા છે અને આને ઓનલાઈન અને રીટેલ સ્ટોર પરથી પણ ખરીદી શકાશે.

TUF FX504 ગેમિંગ:

આ ટાઈપના લેપટોપમાં ઇન્ટેલ કોર i7 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 8th જનરેશન છે. ગ્રાફિક્સ માટે NVIDEA GeForce GTX 1050 Ti આપવામાં આવ્યું છે જે DirectX 12 સપોર્ટ કરે છે. આનો વજન 2.૩ કિલોગ્રામ છે અને કંપનીનો દાવો છે કે આ સૌથી પોર્ટેબલ ગેમિંગ લેપટોપ છે. આમાં 8 જીબી રેમ સાથે 1 ટીબી FireCuda SSHD આપવામાં આવ્યું છે. કંપનીનાં કહેવા પ્રમાણે હાઈ એન્ડ હાર્ડવેરની મદદથી આ પરફોર્મન્સ અને પોર્ટેબલિટી સાથે મળતી ટાસ્કીંગ અને એન્ટરટેનમેંટની બાબતે ખુબ જ સારું છે.

આ લેપટોપમાં હાયપરકુલ ટેકનોલોજી આપવામાં આવી છે જેના કારને લેપટોપ ઠંડુ રહે છે. કારણ કે ગેમિંગના સમયે કુલીંગ ફેન સારી રીતે કામ કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હાયપરકુલ ટેકનોલોજી સાથે એન્ટી ડસ્ટ કુલીંગ સીસ્ટમ પણ છે જેના કારણે કુલીંગ ફેનમાં ધૂળ લગતી કે જમા થતી નથી.

ડિસ્પ્લે:

FX504 માં 15 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો રીફ્રેશ રેટ 120 હર્ટઝ છે, જેનાથી બેસ્ટ ગેમિંગ વિઝ્યુઅલ મળે છે. કીબોર્ડને એ રીતે ડીઝાઇન કરવામાં આવું છે આપને જોરથી બટનો દબાવવા નહિ પડે જે ગેમિંગ માટે લાભદાયક છે. કંપનીનો દાવો છે કે આ કીબોર્ડ કોઈ પણ લેપટોપમાં દેવામાં આવતું સૌથી ડયુરેબલ કીબોર્ડ છે.

કિંમત અને ઉપલબ્ધતા:

ઇન્ટેલ કોર આઇ 5 પ્રોસેસર અને 8 જીબી ડીડીઆર 4 વેરિઅન્ટની કિંમત 89,990 રૂપિયા છે. કોર આઇ 5 પ્રોસેસર વેરિઅન્ટ 69,990 રૂપિયા છે. તમે ઑનલાઇન અને રીટેલ સ્ટોર્સમાં મે મહિનાના ત્રીજા સપ્તાહથી ખરીદી શકો છો.