Not Set/ તો હવે આ રીતે કપડામાંથી કરી શકાશે વીજળી ઉત્પન્ન…

બિંગમ્ટન યુનિવર્સિટીની એક ખાસ રીસર્ચ ટીમ દ્વારા એક કપડા પર આધારિત બેક્ટેરિયા ચાર્જ  થનાર બાયો બેટરી વિકસિત કરવામાં સફળતા હાંસલ કરી છે. આ બેટરીને ભવિષ્યમાં પહેરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક્સની સાથે જોડી શકાશે તેવો દાવો સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર  સાયન્સના સહાયક પ્રોફેસર ચોઇએ માહિતી આપતા કહ્યુ છે કે તેમના નેતૃત્વમાં ટીમે […]

Top Stories Trending Tech & Auto
electricity.0 તો હવે આ રીતે કપડામાંથી કરી શકાશે વીજળી ઉત્પન્ન...

બિંગમ્ટન યુનિવર્સિટીની એક ખાસ રીસર્ચ ટીમ દ્વારા એક કપડા પર આધારિત બેક્ટેરિયા ચાર્જ  થનાર બાયો બેટરી વિકસિત કરવામાં સફળતા હાંસલ કરી છે.

આ બેટરીને ભવિષ્યમાં પહેરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક્સની સાથે જોડી શકાશે તેવો દાવો સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્પ્યુટર  સાયન્સના સહાયક પ્રોફેસર ચોઇએ માહિતી આપતા કહ્યુ છે કે તેમના નેતૃત્વમાં ટીમે કપડા પર એક બાયો બેટરી બનાવી છે. જે કાગળ પર આધારિત માઇક્રોબિયલ ફ્યુઅલ સેલના બરોબર મહત્તમ ઉર્જા પૈદા કરી શકે છે.

આની સાથે જ વારંવાર ખેંચવા અને વળી જવાની સ્થિતિમાં બાયો બેટરી સતત વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રોફેસર તોઇએ માહિતી આપતા કહ્યુ છે કે કપડા પર આધારિત  આ બાયો બેટરીને ભવિષ્યમાં પહેરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક્સની સાથે જાડી શકાય છે. તેમણે કહ્યુ હતુ કે વધારે સંશોધન હાલમાં જારી છે.

આનાથી સામાન્ય લોકોને બચત અને રાહત થઇ શકે છે. પરંપરાગત બેટરી અને એન્જાઇમ આધારિત ફ્યુલ સેલની તુલનામાં માઇક્રોબિયલ ફ્યુલ સેલ પહેરી શકાય તેવા ઇલેકટ્રોનિક્સ માટે સૌથી સારા પાવર સોર્સ તરીકે રહી શકે છે. કારણ કે આવા સેલ લાંબા સમય સુધી બાયોકેટલિસ્ટના રૂપમાં ઉર્જા આપી શકે છે. આવા સેલ્સ માટે માનવ શરીરમાંથી નિકળતા પરસેવા ફ્યુઅલ તરીકે કામ કરે છે.