મુંબઈ,
ક્રિકેટની રમતને હંમેશાની માટે અનિશ્ચિત્તાઓની રમત કહેવાય છે, કારણ કે આ રમત દરમિયાન કેટલાક એવા ટૂચકાઓ જોવા મળતા હોય છે તે જોઇને તમામ સ્તબ્ધ થઇ જાય છે.
હકીકતમાં, મુંબઈમાં આદર્શ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડ પર દેસાઈ અને જૂની ડોંબિવલી વચ્ચે રમાયઈ હતી, જેમાં ડોંબિવલીની ટીમે દેસાઈ ટીમને ૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આ દરમિયાન દેસાઈ ટીમને અંતિમ બોલ પર ૬ રનની જરૂરત હતી, પરંતુ વિપક્ષી ટીમના બોલરની ભૂલને કારણે એક બોલ પર પોતાના બેટ્સમેનોને એક પણ શોટ લગાવ્યા વગર જ ૬ રન બનાવી લીધા હતા.
તમે આ વિડિયોમાં જોઈ શકો છો કે, વિરોધી ટીમનો બોલર અંતિમ બોલ છ વાર ફેંકે છે અને તે તમામ ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરે છે. આ બોલને અમ્પાયર દ્વારા વાઈડ આપવામાં આવે છે અને આ જ પ્રમાણે એક પણ શોટ રમ્યા વગર જ ૬ રન બનાવી દેસાઈ ટીમ મેચ જીતી જાય છે.