Vijay Hazare Trophy/ ઋતુરાજ ગાયકવાડની વિસ્ફોટક બેટિંગ,એક જ ઓવરમાં 7 સિકસર મારી રચ્યો ઇતિહાસ

સોમવારે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચાયો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચમાં ચાહકોને એક જ ઓવરમાં સાત સિક્સર જોવા મળી હતી

Top Stories Sports

સોમવારે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચાયો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચમાં ચાહકોને એક જ ઓવરમાં સાત સિક્સર જોવા મળી હતી. આ રેકોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઋતુરાજ ગાયકવાડે બનાવ્યો છે, જેણે અહીં ક્વાર્ટર ફાઈનલ મેચમાં પણ બેવડી સદી ફટકારી હતી.

ઉત્તર પ્રદેશ સામેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મહારાષ્ટ્રે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 159 બોલમાં 220 રનની અણનમ ઇનિંગ રમી હતી, આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 16 સિક્સ ફટકારી હતી. જ્યારે ઇનિંગની 49મી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડે 7 સિક્સર ફટકારી ત્યારે આશ્ચર્યજનક બન્યું હતું.

એક ઓવરમાં 7 સિક્સ…

ઋતુરાજ ગાયકવાડે ઇનિંગની 49મી ઓવરમાં 6 સિક્સર સહિત કુલ 43 રન બનાવ્યા હતા. જેમાં એક બોલ નો-બોલ પણ હતો, ઋતુરાજ ગાયકવાડ આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

48.1 ઓવર – 6 રન
• 48.2 ઓવર – 6 રન
• 48.3 ઓવર – 6 રન
• 48.4 ઓવર – 6 રન
• 48.5 ઓવર – 6 રન (નો-બોલ)
• 48.5 ઓવર – 6 રન (ફ્રી-હિટ)
• 48.6 ઓવર – 6 રન