Porbandar News/ બાવળના જંગલમાં લાગી આગ, ભારે પવનને કારણે આગ બેકાબૂ, લોકોને સલામત સ્થળે ખસેડાયા

પોરબંદરમાં બાવળના જંગલમાં આગ લાગી, ભારે પવનને કારણે આગ પર કાબૂ મેળવવા ફાયરબ્રિગેડ નિષ્ફળ રહી છે. બિરલા કોલોનીના રહીશોને સલામત સ્થળે ખસેડાવવામાં આવ્યા.

Top Stories Gujarat Others Breaking News

Porbanadar News : પોરબંદર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના ગાઢ જંગલમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. આજે આ વિસ્તારમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે હતી. આ કારણે આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં પણ ફેલાવા લાગી હતી.

આગની ભીષણતા એટલી હદે હતી કે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. આગની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ, ભારે પવન અને બાવળના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની ગયો હતો.

આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિરલા કોલોનીના રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘરોમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. પોરબંદરના ઓળદર નજીક આવેલા જુરીના જંગલમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગણી કરી હતી કે, આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 177KM ઝડપ સાથે ભયંકર તોફાન,ભારે વરસાદ અને આગ; જાણો અમેરિકામાં ટોર્નેડોએ કેટલો વિનાશ વેર્યો

આ પણ વાંચો: હવામાન : 24 કલાકમાં પછી 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી , માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આ પણ વાંચો: વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે આગળ નીકળવાની રેસ, સેમિફાઇનલમાં કોણ મારશે બાજી