ગુજરાત/ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

કોરોના મહામારીમાં જે બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી તે બેડ પર પણ ધૂળના થર જોવા મળી રહ્યા છે એટલે કે સાફ-સફાઈ નો ખૂબ જ અભાવ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે.

Gujarat Surat Trending
Untitled 16 2 સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

@અમિત રૂપાપરા 

સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કીડની બિલ્ડિંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જો કે કોરોના મહામારી બાદ આ કોવિડ હોસ્પિટલની કોઈપણ પ્રકારની દેખરેખ ન રાખવામાં આવતી હોય તેવું સામે આવી રહ્યું છે. કોરોના મહામારીમાં જે બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી તે બેડ પર પણ ધૂળના થર જોવા મળી રહ્યા છે એટલે કે સાફ-સફાઈ નો ખૂબ જ અભાવ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ફાયરના જે સાધનો હોય છે તેના પર પણ મોટા પ્રમાણમાં ધૂળ જોવા મળી હતી. મીની ફાયર બ્રિગેડ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું છે અને આ મશીન પર પણ ધૂળના થર જોવા મળ્યા હતા. તો કોરોના મહામારી સમયે સેવા આપનારા રોબોટ પણ ધૂળ ખાતા દેખાઈ રહ્યા હતા.

Untitled 16 સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરની દુરદર્શા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનાવવામાં આવેલ કીડની બિલ્ડીંગમાં બીજા માળ પર બેડની હાલત દયનીય જોવા મળી રહી છે. માત્ર બેડ પર જ નહીં પરંતુ બીજા માળ પર જે ફાયરના ઇકવેટમેન્ટ મૂકવામાં આવ્યા હતા કે, હોસ્પિટલમાં આગ લાગે અને તાત્કાલિક આગને ઓલવી શકાય તે માટે ફાયરના જે મશીનો આપવામાં આવ્યા હતા. તે મશીનો ઉપર પણ મોટા પ્રમાણમાં ધૂળ જોવા મળી હતી આ ઉપરાંત કોરોના વહામારી સમયે જે રોબોટ એ સેવા આપી હતી તે રોબોટ પણ ધૂળ ખાતા જોવા મળ્યા હતા.

Untitled 17 સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

બેડ પર પણ ધૂળના થર જામી ગયા હતા. મહત્વની વાત છે કે ઘણા બેડ છે તે ઇલેક્ટ્રીક મોટર સંચાલિત છે એટલે કે તેને રિમોટથી ઓપરેટ કરી શકાય છે. અપ એન્ડ ડાઉન થતા રિમોટ કંટ્રોલ બેડ પર પણ ધૂળના થર જામી ગયા હતા એવું કહેવાય છે કે, ઇલેક્ટ્રોનિક વસ્તુ પર જો વધારે લાગે તો તે ખરાબ થવાના ચાન્સીસ વધારે હોય છે. ત્યારે અહીંયા તો જે રિમોટ કંટ્રોલ બેડ હતા તેના પર ધૂળના થર જોવા મળ્યા છે. બેડની નીચે લગાવવામાં આવેલ મોટર અને જેક પર પણ ધૂળ જામી ગઈ છે. ત્યારે કોવિડ હોસ્પિટલમાં કોરોના મહામારી બાદ કોઈપણ પ્રકારની દેખરેખ ન રાખવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે જવાબદારો સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. મહત્વની વાત કહી શકાય કે કોરોના મહામારી વખતે લાખો રૂપિયાનો ખર્ચો કરીને આ બેડ ખરીદવામાં આવ્યા હતા અને હવે લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા આ બેડ ધૂળ ખાઈ રહ્યા છે.

Untitled 18 સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈક અલગ જ જવાબો આપ્યા હતા. તેમને કહ્યું કે ફાયરના સાધનો મહિનામાં એકવાર ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે  આ ઉપરાંત જે રોબોટ છે તેનો પણ ક્યારેક ક્યારેક ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે તેના પર ધૂળ જામી હોઈ શકે છે. તેમને હોસ્પિટલના બીજા માળ પર જે ગંદકી છે તે બાબતે એવું સ્પષ્ટપણે કહી દીધું કે આ માળ ઉપયોગમાં લેવામાં આવતો નથી એટલા માટે તેમાં ગંદકી છે. પણ મહત્વની વાત એ કહી શકાય કે સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડીંગ નું નિર્માણ થોડા વર્ષો પહેલા જ થયું છે અને તેમાં પણ દેખરેખ રાખવામાં આવતી નથી કર્મચારીઓને સાફ-સફાઈ કરવા માટે ખૂબ મોટો પગાર ચૂકવવામાં આવે છે પરંતુ આ કર્મચારીઓ પાસે પૂરતા પ્રમાણમાં કામ લેવામાં ન આવતું હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે જોવાનું એ રહે છે કે જવાબદાર વ્યક્તિ છે તેની સામે કાર્યવાહી થાય છે કે પછી તેને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો:પત્ની અને તેના પ્રેમીને કેરબામાંથી પીવડાવ્યુ કેફી પીણું…પછી ઢોર માર-મારતો બનાવ્યો વીડિયો.. વાંચો સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

આ પણ વાંચો:અકસ્માતમાં પુત્રને ખોપડી નીકળી ગઈ, માતા ખોળામાં લઇ બેસી રહી…

આ પણ વાંચો:ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો આનંદોઃ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આજથી અમલી