ગુજરાત/ સુરતમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં પાંચ યુવાનો ગયા જેલમાં

વેસુ વીઆઈપી રોડ પર જાહેરમાં પિસ્તોલ સાથે ત્રણ યુવાનોએ વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વેસુ પોલીસ દ્વારા વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણ અને અન્ય બે આમ કુલ મળીને પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.

Gujarat Surat Trending
વિડીયો

@અમિત રૂપાપરા 

સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં યુવાનો યુવાનો કંઈ યુવાનો કંઈ પણ કરી બેસતા હોય છે. ત્યારે એક વિડીયો બનાવવાના ચક્કરમાં સુરતમાં યુવાનોને જેલમાં જવાનો વારો આવ્યો. વેસુ વીઆઈપી રોડ પર જાહેરમાં પિસ્તોલ સાથે ત્રણ યુવાનોએ વિડીયો ઉતાર્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વેસુ પોલીસ દ્વારા વીડિયોમાં દેખાઈ રહેલા ત્રણ અને અન્ય ત્રણ આમ કુલ મળીને 6 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી બે આરોપી બાળકિશોર છે.

હાલ સોશિયલ મીડિયા તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. સોશિયલ મીડિયા થકી કોઈ પણ માહિતી ગણતરીની મિનિટોમાં જ હજારો લોકો સુધી પહોંચાડી શકાય છે પરંતુ હાલના યુવાનોને સોશિયલ મીડિયાનો એવો ચસ્કો લાગ્યો છે કે, તેઓ સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે કંઈ પણ કરી બેસે છે. કેટલીક વખત તો વિડીયો બનાવવાના ચક્કરમાં યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવે છે. ત્યારે સુરતમાં ત્રણ યુવકોએ વિડીયો બનાવવાના ચક્કરમાં લોકોમાં ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિડીયો બનાવવાના ચક્કરમાં એક યુવકે પોતાના હાથમાં ગન રાખીને વિડીયો બનાવ્યો હતો અને જે સમયે આ યુવકો વિડીયો બનાવતા હતા ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા આ વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઈક પર બેસેલા ત્રણ વ્યક્તિમાંથી એક યુવક પાસે બંદુક દેખાઈ રહી છે. તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી.

વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને આ ઘટના વેસુના વીઆઈપી રોડની હોવાના કારણે વેસુ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો પણ દાખલ થયો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા 6 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ યુવકો પાસેથી એક પિસ્તોલ પણ કબજે કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિડીયો બનાવવા માટે પ્લાસ્ટિકની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ પિસ્તોલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. તો મનોરંજન માટે આ યુવકો સોશિયલ મીડિયા પર વિડીયો ઉતારીને અપલોડ કરવાના હોવાની માહિતી પણ તેમને પોલીસને આપી હતી. હાલ તો પોલીસે આ યુવકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા જે છ યુવકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી બે બાળકિશોર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલનો નવતર પ્રયોગ, શારીરિક અને માનસિક દિવ્યાંગ અને અશક્ત બાળકો માટે શરૂ કરવામાં આવ્યું કૃત્રિમ

આ પણ વાંચો:53 કરોડથી વધુનો ટેક્સ બાકી હોવાના કારણે સુરત RTO દ્વારા 3359 વાહનોને કરાયા બ્લેકલિસ્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં એક સાથે 47 PIની કરવામાં આવી બદલી,જુઓ લિસ્ટ

આ પણ વાંચો:અમરેલીના દામનગર નજીક રખડતા શ્વાનના ટોળાએ 3 વર્ષના બાળકને ફાડી ખાધો