ગુજરાત/ 53 કરોડથી વધુનો ટેક્સ બાકી હોવાના કારણે સુરત RTO દ્વારા 3359 વાહનોને કરાયા બ્લેકલિસ્ટ

RTOમાં ટેક્સ ભરવામાં આડોળાઈ કરનારા વાહનોને RTO ઇન્ચાર્જ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી બસ અને ગુડ્સ ટ્રકનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat Surat
RTO

@અમિત રૂપાપરા 

RTOમાં ટેક્સ ભરવામાં આડોળાઈ કરનારા વાહનોને RTO ઇન્ચાર્જ દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી બસ અને ગુડ્સ ટ્રકનો સમાવેશ થાય છે. મહત્વની વાત છે કે, શહેરમાં ઘણી ખાનગી બસ અને ટ્રકોના માલિકો દ્વારા વાર્ષિક જે ટેક્સ RTOને ભરવાનો હોય છે તે ભરવામાં છેલ્લા ઘણા સમયથી ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા.

આ ટેક્સ ભરપાઈ કરવા માટે RTO અધિકારી દ્વારા જે તે વાહન માલિકને નોટિસો પણ વારંવાર આપવામાં આવી હતી પરંતુ નોટિસોનો પણ આ વાહન માલિકો કોઈ જવાબ દેતા ન હતા અને આવા વાહન માલિકોની શાન ઠેકાણે આવે તે માટે સુરત ઇન્ચાર્જ RTO દ્વારા ટેક્સ ન ભરનારા ખાનગી બસ તેમજ ગુડ્સ ટ્રકના માલિકોને સબક શીખવાડવા 3,359 જેટલા વાહનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આ બ્લેકલિસ્ટ કરાયેલા વાહનોને ફેસીલીટી સેન્ટરમાં પણ સ્ક્રેપ કરાવી શકાશે નહીં. જ્યાં સુધી આ વાહનનો ટેક્સ નહીં ભરાય ત્યાં સુધી વાહન ટ્રાન્સફર નહીં થઈ શકે અને RTOની કોઈપણ પ્રકારની કામગીરી આ વાહનોને લઈને થશે નહીં.

એવી પણ માહિતી મળી રહી છે કે, 3359 ખાનગી બસ તેમજ ગુડ્સ ટ્રકોનો 53.31 કરોડ રૂપિયાનું ટેક્સ બાકી હતો. આ વાહન માલિકોને આ ટેક્સ ભરવા માટે અવારનવાર RTO દ્વારા નોટિસો આપવામાં આવી હતી પરંતુ હવે આ વાહન માલિકોએ ટેક્સની સાથે દંડ અને તેનું વ્યાજ પણ અલગથી આપવાનું રહેશે. મહત્વની વાત કહી શકાય કે 3359 વાહનોને બ્લેકલિસ્ટ કરાતાની સાથે જ 10 કરતાં વધારે વાહન માલિકો દ્વારા પોતાના વાહનોનો ટેક્સ ચૂકવી દેવામાં આવ્યો છે.

મહત્વની વાત છે કે ખાનગી બસ અને ગુડ્સ ટ્રકના માલિકો કે જેમને છેલ્લા બે કે ત્રણ વર્ષથી ટેક્સ ભર્યો નથી. તેવા વાહનોને જ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે અને 53.31 કરોડ ટેક્સ વસૂલવા માટે સુરત RTO ઇન્ચાર્જ દ્વારા ટેક્સ નહીં ભરનારાઓ સામે હવે કાયદાકીય કોરડો ઉગમવામાં આવ્યો છે. એટલા માટે જ હવે જે વાહનચાલકોએ એ ટેક્સ નથી ભર્યો અને તેમના વાહનો બ્લેકલિસ્ટ થયા છે તે વાહન માલિકો જ્યાં સુધી સરકારને બાકી ટેક્સ નહીં ભરે ત્યાં સુધી તેમને સરકારની કોઈપણ પોલીસીનો લાભ મળશે નહીં.

આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર