સુરત/ રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. સુરતની મિલોમાં બનેલી સાડીઓનું દેશ વિદેશોમાં વેચાણ થાય છે. તેવામાં કોરોના મહામારી બાદ સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ધંધાને લઈને મુશ્કેલીમાં મુકાયા છે.

Top Stories Gujarat Surat
Untitled 106 3 રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

@અમિત રૂપાપરા 

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે. સુરતની મિલોમાં બનેલી સાડીઓનું દેશ વિદેશોમાં વેચાણ થાય છે. તેવામાં કોરોના મહામારી બાદ સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ધંધાને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે, કોરોના મહામારી બાદ વેપારીઓને એક આશા હતી કે, બિઝનેસ ખૂબ સારો થશે પરંતુ વેપારીઓની આશા પૂર્ણ ન થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, કોઈને કોઈ કારણે વેપારીઓ જે ટાર્ગેટ સેટ કરતા હોય છે, સીઝનમાં આવકનો તે ટાર્ગેટ પૂરો થઈ શકતો નથી.

Untitled 106 4 રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

લગ્નસરામાં ઘરાકી નબળી રહી હોવાના કારણે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં તો મુકાયા છે પરંતુ હવે રિટર્ન ગુડ્સની સંખ્યા વધી હોવાના કારણે વેપારીઓની ચિંતા વધુ વધી છે. માર્ચ મહિનામાં સુરતથી પ્રતિદિન 215 જેટલી ટ્રકોમાં સાડી ડ્રેસ સહિતના પાર્સલો સુરતથી અન્ય રાજ્યોમાં રવાના થતા હતા પરંતુ હાલ સુરત શહેરમાં પ્રતિદિન 75 જેટલી પાર્સલ ભરેલી ટ્રકો રવાના થાય છે અને તેમાંથી પણ જે રિટર્ન ગુડ્સનો રેશિયો છે તે 20થી 30 ટકા હોવાના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Untitled 106 5 રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને આ મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ખરીદ શક્તિ પણ ઓછી થઈ છે. એટલા માટે લગ્નસરાની સિઝનમાં પણ ટેક્સટાઇલના વેપારીઓને 25% જેટલો વેપાર ઓછો થયો હોવાનું અનુમાન છે. સુરતના ટેક્સટાઇલના વેપારીઓ અન્ય રાજ્યોમાં જે માલ મોકલે છે તેમાંથી મોટાભાગનો માલ ઉધારીમાં મોકલવામાં આવતો હોય છે. જ્યારે સુરતના વેપારી અન્ય રાજ્યોના વેપારીને પેમેન્ટ માટે ફોન કરતા હોય છે ત્યારે પેમેન્ટની સાથે સાથે જે માલ વેચાયો ન હોય તે માલ પણ રિટર્ન મોકલી દેતા હોય છે. તેના જ કારણે વેપારીઓને પણ તકલીફ પડી રહી છે ઘણા વેપારીઓને તો પેમેન્ટ ઓછું આવે છે અને રિટર્ન માલનો રહેશો વધી જાય છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ આ સંકટમાંથી પસાર થતા હોવાના કારણે ટેક્સટાઇલ માર્કેટમાં જે કામ કરી રહ્યા છે કર્મચારીઓ તેમને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

Untitled 106 6 રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

મોંઘવારીના સમયમાં ટેક્સટાઇલના કર્મચારીઓ પગાર વધારાની માગણી તો કરી રહ્યા છે પરંતુ વેપારીઓનો માલ ઓછો વેચાતો હોવાના કારણે અને રિટર્નનો રેસીયો વધારે હોવાના કારણે વેપારીને પણ આર્થિક મુશ્કેલીમાં મુકાવું પડે છે. એટલા માટે વેપારી કર્મચારીનો પગાર પણ વધારી શકતા નથી એટલે કે આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ રહયું છે તેમાં ટેક્સટાઇલના વેપારીઓની સાથે સાથે માર્કેટમાં કામ કરતાં કર્મચારીઓની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો:બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબાર વિશે મોટું અપડેટ, નહીં યોજાય કાર્યક્રમ

આ પણ વાંચો:અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કેસ, જામીન રદ્દ થતાં કર્યું સરેન્ડર

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર

આ પણ વાંચો:ખેડામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે