Not Set/ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતે દુનિયાને દેખાડ્યો અરીસો : ફરી કરી વાર્ષિક રૂ.7 લાખ કરોડની માગ

વિશ્વભરના લોકો ક્લાઇમેટ ચેન્જ, હીટવેવ્સ, પૂર અને દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, ભારતમાં દર વર્ષે અંદાજિત 7 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે.

Top Stories World
ક્લાઈમેટ

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેન્ટ ચેન્જ મામલે અનેક વખત દુનિયાએ ભારતને ટાર્ગેટ કર્યો છે પરંતુ હવે ભારતે ચૂપચાપ સહેવાનું બંધ કરીને દુનિયાને જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં 6 જૂનથી 16 જૂન દરમિયાન જર્મનીનાં  બોન શહેરમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતે સમૃદ્ધ દેશોને પણ આ મામલે અરીસો બતાવ્યો છે. ભારતે કહ્યું કે વિશ્વની 10% વસ્તી 52% કાર્બન છોડવા માટે જવાબદાર છે. જેમાંથી યુએસ માત્ર 40% કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. વધુમાં ભારતે કહ્યું હતું કે, વિશ્વભરના લોકો ક્લાઇમેટ ચેન્જ, હીટવેવ્સ, પૂર અને દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે, ભારતમાં દર વર્ષે અંદાજિત 7 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. ભારતે અમીર દેશો પાસે આ ખર્ચની ભરપાઈ કરવાની માગણી કરી છે.

કાર્બન

મળતી વિગત અનુસાર 2009ની કોપનહેગન સમિટમાં વિકસિત દેશોએ ભારત જેવા વિકાસશીલ દેશને 2020 સુધીમાં વાર્ષિક રૂ. 7.80 લાખ કરોડ દંડ તરીકે ચૂકવવાનું વચન આપ્યું હતું. આ ભંડોળનો ઉપયોગ વિકાસશીલ દેશોના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે કરવાનો હતો, પરંતુ દુનિયાનાં સમૃદ્ધ ગણાતા દેશોએ તેનું વચન પાળ્યું નહીં અને ભારતને કોઈ મદદ કરી નહીં. જ્યારે ભારત તરફથી કહેવાનું હતું કે, વિકસિત દેશો પાસેથી મળેલી આ રકમ વિકાસશીલ દેશો માટે કાર્બનની સમસ્યાને દૂર કરવા અને સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મદદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ભારત કાર્બન ઉત્સર્જનમાં વૈશ્વિક સ્તરે મોખરે છે પરંતુ જો માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરવામાં આવે તો ભારત ટોપ ટેનમાં આવતું નથી.

નોંધનીય છે કે ભારતમાં કોલસા પરની નિર્ભરતાને દૂર કરવા માટે મોટા ફેરફારો અને ટેકનોલોજીની જરૂર છે. આમાં સૌથી મોટો અવરોધ 90% થી વધુ કાર્બન છોડવા માટે જવાબદાર વિકસિત દેશો તરફથી દંડના સ્વરૂપમાં ભંડોળ મળવાનો અભાવ છે. આ જ કારણ છે કે ભારત હજુ પણ વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ કરી રહ્યું છે.

આ પણ વાંચો : પાંચમી T20 મેચમાં ભારતની સંભવિત પ્લેઈંગ 11