Not Set/ 13 વર્ષના કિશોરને થયો મ્યુકોરમાયકોસીસ, કરાવી પડી સર્જરી

કોરોના વાઈરસનું સંક્રમણ એક તરફ વધી રહ્યું છે અને બીજી તરફ મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મ્યુકોર માઈકોસિસના કેસ એટલા કેસ વધી ગયા છે

Top Stories Ahmedabad Gujarat
A 266 13 વર્ષના કિશોરને થયો મ્યુકોરમાયકોસીસ, કરાવી પડી સર્જરી

કોરોના વાઈરસનું સંક્રમણ એક તરફ વધી રહ્યું છે અને બીજી તરફ મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મ્યુકોર માઈકોસિસના કેસ એટલા કેસ વધી ગયા છે કે જેમાંથી હવે 50 ટકા લોકો મોતને ભેટી રહ્યાં છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા હતા. પરંતુ પહેલીવાર ગુજરાતમાં એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 15 વર્ષના તરુણને મ્યુકોરમાઈકોસિસ થયો છે. 13 વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસ નો પ્રથમ કેસ જોવા મળ્યો છે. ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત પણ કાઢવા પડ્યા છે.

મ્યુકોરમાઈકોસીસ 13 વર્ષના કિશોરને થયા હોવાનો  ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન તે સ્વસ્થ થઈ ગયો હતો. હાલ મ્યુકોરમાઇકોસીસ થતા અમદાવાદની  ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં તેની સર્જરી કરવામાં આવી અને જમણી તરફના દાંત કાઢ્યા બાદ હાલ કિશોરની તબિયત સ્થિર છે.

આ પણ વાંચો : વાવાઝોડાથી થયું એવું કે ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી ઓછા ભાવે કેરીનું વેચાણ

13 વર્ષના કિશોરને ગત મહિને કોરોના થયો હતો. તે માટે તે 10 દિવસ હોસ્પિટલમાં એડમિટ હતો. એપ્રિલ મહિનામાં કોરોનાની સારવાર દરમિયાન બાળકને રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. તેના બાદ 24 એપ્રિલના રોજ તે કોરોનામુક્ત થઈને ઘરે ગયો હતો. તેના પછીના અઠવાડિયામાં તેનામા  મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોવા મળ્યા હતા.

તેને દાંતમાં અને તાળવામાં તકલીફ હતી. તેથી તાત્કાલિક તેનુ ઓપરેશન કરવુ પડ્યું હતું. ઓપરેશન કરીને તેનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા હતા. હાલ તે સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :18 વર્ષની યુવતીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, કારણ જાણશો તો સાચું નહીં માનો

કોરોનાની પહેલી લહેરમાંથી બાળકો હેમખેમ ઉગારી ગયા હતા. પરંતુ બીજી લહેરમાં બાળકોમાં પણ કોરોના જોવા મળ્યો છે. પરંતુ કોરોના બાદ આવેલી મ્યુકોરમાઈકોસિસની મહામારીમાં બાળકમાં અત્યાર સુધી કેસ જોવા મળતા ન હતા, પણ પહેલીવાર ગુજરાતમાં કેસ જોવા મળ્યો છે. જેથી કહી શકાય કે બાળકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી હતી. નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. કેંદ્ર સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય  વિભાગને પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઘટાડો, બપોર સુધીમાં નવા 41 કેસ, 24 કલાકમાં વધુ 19ના મોત

majboor str 15 13 વર્ષના કિશોરને થયો મ્યુકોરમાયકોસીસ, કરાવી પડી સર્જરી