IND vs ENG/ ઈંગ્લેેન્ડે એકવાર ફરી જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ભારત અને ઈંગ્લેન્ડની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મેચ થોડી ક્ષણોમાં જોવા મળશે. બન્ને ટીમનાં ખેલાડીઓ મેદાનમાં ટોસ માટે પહોંચી ગયા છે.

Top Stories Sports
Untitled 128 ઈંગ્લેેન્ડે એકવાર ફરી જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

ભારત અને ઈંગ્લેન્ડની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ નિર્ણાયક મેચ થોડી ક્ષણોમાં જોવા મળશે. બન્ને ટીમનાં ખેલાડીઓ મેદાનમાં ટોસ માટે પહોંચી ગયા છે. જણાવી દઇએ કે, ટોસ થઇ ગયો છે, અને આ વખતે ટોસ એકવાર ફરી ઈંગ્લેન્ડે ટોસ જીત્યો છે અને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. પ્રથમ અને બીજી મેચની જેમ ત્રીજી મેચ પણ પૂણેમાં યોજાઇ રહી છે. ભારતે પ્રથમ વનડે 66 રનથી જીતી હતી, જ્યારે ઈંગ્લેન્ડે બીજી વનડે મેચ 6 વિકેટે જીતી હતી. અત્યારે શ્રેણી 1-1 ની બરોબરી પર છે અને આ મેચનું પરિણામ કહેશે કે ટ્રોફી કોના ખાતામાં જવાની છે.

ક્રિકેટને લાગ્યું ગ્રહણ / સચિન તેંડુલકર બાદ યુસુફ પઠાણ પણ કોરોના સંક્રમિત

ઈંગ્લેન્ડે શુક્રવારે સિરીઝમાં પરત ફરતા કુલ 20 સિક્સર ફટકારી હતી અને ભારતને હરાવી દીધું હતું. હવે જ્યારે નિર્ણાયક મેચ યોજાવાની છે ત્યારે બંને તરફથી છક્કાની વરસાદની સંભાવના ચોક્કસ છે. શુક્રવારે બંને ટીમો દ્વારા કુલ 34 છક્કા ફટકારવામાં આવ્યા હતા. પહેલા મેચમાં ભારતે 336 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બેટ્સમેનોએ કુલ 14 છક્કા ફટકાર્યા ત્યારે ઇંગ્લેન્ડની ટીમે લક્ષ્યનો પીછો કરતાં વધુ સારી રમત દર્શાવી અને કુલ 20 છક્કા સાથે ભારતને હારનો સ્વાદ ચખાડ્યો હતો. તેમાંથી 10 બેન સ્ટોકસ અને સાત જોની બેયરસ્ટો દ્વારા લગાવવામાં આવી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડને 3-1થી પરાજિત કર્યું હતું. ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમે ટી-20 સિરીઝ પણ પોતાના નામે કરી હતી. ત્યારે હવે વન-ડે સિરીઝ પણ પોતાના નામે કરવા ભારતીય ટીમ આજે મેદાને ઉતરશે.

Untitled 129 ઈંગ્લેેન્ડે એકવાર ફરી જીત્યો ટોસ, પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

IND vs ENG / અંતિમ અને નિર્ણાયક મેચ આજે, પાછલી મેચની ભૂલ સુધારવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હવે વનડે સિરીઝની અંતિમ મેચ થવાની છે. ત્રીજી વનડેનાં સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને નિર્ધારેલા સમયે જ મેચ થવાની છે. ત્રીજી વનડે બપોરે 1:30 વાગ્યાથી રમાશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે 1:00 વાગ્યે શરૂ થવાની છે. તમે તે જ ચેનલ પર વનડે સિરીઝ જોઈ શકશો જ્યાં તમે ટેસ્ટ અને ટી-20 મેચ જોઇ છે. લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર દેખવા મળશે. આ સિવાય, તમે ડિઝની હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો જ્યારે તમે Jio TV પર આ મેચનું જીવંત પ્રસારણ જોઈ શકો છો.

Indian Team:

England Team:

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ