Stock Market/ ભાજપની જીતની શેરબજાર પર અસર, વિસ્ફોટક શરૂઆત સાથે સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 330 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો

બજાર નિષ્ણાતના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આગામી સમયમાં પણ બજાર સતત વધશે.

Top Stories Breaking News Business
YouTube Thumbnail 5 ભાજપની જીતની શેરબજાર પર અસર, વિસ્ફોટક શરૂઆત સાથે સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટી 330 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો

સ્થાનિક શેરબજાર (stock market)ની વિસ્ફોટક શરૂઆત પહેલાથી જ અપેક્ષિત હતી અને આવું જ થયું. આજે બજારની બમ્પર ઓપનિંગમાં સેન્સેક્સ 950 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો છે અને નિફ્ટી 330 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો છે. ઓપનિંગમાં 1600 શેર્સ નફા સાથે ખૂલ્યા હતા અને માત્ર 100 શેર જ નુકસાન સાથે ખુલ્યા હતા. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 3 રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે અને તેનાથી સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત સકારાત્મક સેન્ટિમેન્ટ આવ્યું છે.

BSE સેન્સેક્સ 954.16 પોઈન્ટ અથવા 1.41 ટકાના વધારા સાથે 68,435 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી 334.05 પોઈન્ટ અથવા 1.65 ટકાના પ્રભાવશાળી વધારા સાથે 20,601 પર ખુલ્યો હતો. નિફ્ટીના તમામ 50 શેરો વૃદ્ધિના લીલા સંકેતો સાથે ટ્રેડ થઈ રહ્યા છે. BSEના તમામ 30 શેર પણ બમ્પર ઓપનિંગ સાથે રહ્યા હતા.

આજે શેરબજાર (stock market)માં અદાણી એન્ટરપ્રાઈઝ આજે 7.50 ટકાની મજબૂતી સાથે ખુલ્યો હતો. અદાણી વિલ્મર 4 ટકાના મજબૂત ઓપનિંગ સાથે ટ્રેડ કરી રહ્યો છે. અદાણી પોર્ટ્સ ઓપનિંગમાં જ 5 ટકાથી વધુ ઉછળ્યો છે.

ગયા અઠવાડિયે શેરબજાર (stock market) નવી ઊંચાઈએ પહોંચ્યું હતું અને NSEનો નિફ્ટી 20 હજારની ઉપર મજબૂત રીતે બંધ થયો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 337.53 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને તે ઐતિહાસિક ઉચ્ચ સ્તરે છે. માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે હવે રવિવારે દેશના 5 રાજ્યોમાંથી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની મોટી જીત થતા આજે સોમવારે શેરબજારમાં પણ તેની અસર જોવા મળી.

બજાર નિષ્ણાતના જણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે આગામી સમયમાં પણ બજાર સતત વધશે. ચૂંટણીના પરિણામોમાં ઉભરી રહેલા સકારાત્મક ફેરફારોને કારણે આગળ વધવા માટે સ્પષ્ટ અવકાશ છે. વર્ષ 2024માં ભાજપની સરકાર ચાલુ રહેવાના સંકેતોને પગલે સ્થાનિક શેરબજારમાં બમ્પર ઓપનિંગ જોવા મળ્યું.

આ પણ :