Not Set/ ફર્નિચરવાળાએ કરી હતી અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યા, આ રીતે ઘરમાં ઘુસ્યા હતા, તમે પણ ચેતી જજો

શહેરના થલતેજ વિસ્તારની ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન (senior citizen) દંપતીની હત્યા (murder)માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી છે. લેટ નાઈટ ચાલેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે વહેલી સવારમાં પાંચમા આરોપીની પણ ધરપકડ કરી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી […]

Top Stories Ahmedabad Gujarat
hatya thumb 1615290373 ફર્નિચરવાળાએ કરી હતી અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યા, આ રીતે ઘરમાં ઘુસ્યા હતા, તમે પણ ચેતી જજો

શહેરના થલતેજ વિસ્તારની ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલા બંગલોમાં રહેતાં સિનિયર સિટિઝન (senior citizen) દંપતીની હત્યા (murder)માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી છે. લેટ નાઈટ ચાલેલા ઓપરેશનમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે વહેલી સવારમાં પાંચમા આરોપીની પણ ધરપકડ કરી હતી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ પાંચ આરોપીઓમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ થાય છે.

hatya 2 1615290421 ફર્નિચરવાળાએ કરી હતી અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યા, આ રીતે ઘરમાં ઘુસ્યા હતા, તમે પણ ચેતી જજો

બેનના લગ્નના ખર્ચ માટે ચોરીનો પ્લાન બનાવ્યો

આ ડબલ મર્ડર કેસ અંગે ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી કેસ અંગેની વિગતો આપી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, ભરત અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો. ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પુરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જેને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. આ અંગે પણ આરોપીઓને જાણ હતી.

ફર્નિચર કામના ફોટો પાડવા છે કહી ઘરમાં ઘુસી ગયા

તેઓ સવારે પહેલા પહોંચી ગયા હતા અને નીતિન નામના વ્યક્તિએ ડોર બેલ વગાડ્યો અને કહ્યું કે તમારા ઘરમાં જે ફર્નિચરનું કામ ચાલે છે તેના અમારે ફોટો પાડવા છે.તેમ કહીને ચાર શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા.

હત્યારાઓએ પહેલા અશોકભાઈ સાથે ઝપાઝપી કરી

આ દરમિયાન મૃતક અશોક પટેલ બંગલોના નીચેના રૂમમાં હતા. પહેલા હત્યારાઓએ અશોકભાઈ સાથે ઝપાઝપી કરી એ દરમિયાન જ્યોત્સનાબેન ઉપર પૂજા રૂમમાં હતા ત્યારે અવાજ આવતા તેઓ નીચે આવ્યા તો નીતિને તેમના પર હુમલો કર્યો. જેમાં જ્યોત્સનાબેન મૃત્યુ પામ્યા ત્યારબાદ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું મોત થયું હતું.

જ્યોત્સનાબેન અને અશોક પટેલની હત્યા બાદ હત્યારાઓ કાર ચોરી કરીને નાસી છૂટવાની પેરવીમાં હતા. પરંતુ ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરી હતી. જો કે કાર સીધી બીજી ગિયરમાં પડતા બહારના દરવાજામાં અથડાઈ હતી. ત્યાર પછી તેઓ બાઈક લઈને મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. આ બાઈક વડોદરાથી ચોરી કર્યું હતું. આ હત્યા કેસ CCTV ફૂટેજથી ઉકેલી લીધો છે.