IPL 2024 Auction/ BCCIએ વર્લ્ડ કપ વચ્ચે IPL ઓક્શનની તૈયારીઓ શરૂ, દુબઈમાં થશે હરાજી, જાણો તારીખ

વર્લ્ડ કપ 2023 લગભગ અડધો પુરો થઈ ગયો છે અને ભારતીય ટીમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, આ મેગા ટૂર્નામેન્ટની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આગામી વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તૈયારી શરૂ કરી દીધી છે

Top Stories Sports
1 3 9 BCCIએ વર્લ્ડ કપ વચ્ચે IPL ઓક્શનની તૈયારીઓ શરૂ, દુબઈમાં થશે હરાજી, જાણો તારીખ

વર્લ્ડ કપ 2023 લગભગ અડધો પુરો થઈ ગયો છે અને ભારતીય ટીમે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. આ મેગા ટૂર્નામેન્ટની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આગામી વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તૈયારી શરૂ કરી દીધી છે. આઈપીએલની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને અહેવાલો અનુસાર આ હરાજી દુબઈમાં થઈ શકે છે.

IPL અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) બંને લીગની હરાજી વર્લ્ડ કપ પછી ડિસેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવી શકે છે. IPLની હરાજી દુબઈમાં થશે. BCCI આ માટે પોતાની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. બોર્ડ 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે હરાજીનું આયોજન કરી શકે છે. જોકે ફ્રેન્ચાઈઝીઓને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવી ચર્ચા છે કે આઈપીએલની હરાજી દુબઈમાં થશે.

ટ્રેડિંગ વિન્ડો હાલમાં ખુલ્લી છે. જો કે, હજુ સુધી IPL ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓની અદલાબદલી અંગે કોઈ માહિતી નથી. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ રિટેન કરાયેલા અને રિલિઝ કરાયેલા ખેલાડીઓની યાદી પણ બહાર આવવાનું શરૂ થશે. કેટલાક મોંઘા ખેલાડીઓ હરાજી પહેલા રિલીઝ થઈ શકે છે. ફ્રેન્ચાઇઝીઓને આ માટે પૂરતો સમય આપવામાં આવશે.

બીજી તરફ, WPLની બીજી સિઝનની હરાજી 9 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે. લીગ આ વર્ષે ફેબ્રુઆરીમાં સુનિશ્ચિત થઈ શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરીના મધ્ય સુધી આંતરરાષ્ટ્રીય મેચોમાં વ્યસ્ત રહેશે. WPL એ જ શહેરમાં યોજાશે કે નહીં તે અંગે ટીમોને પુષ્ટિ મળી નથી. ગયા વર્ષે મુંબઈને લીગની યજમાની મળી હતી.