sanatan dharma/ PM મોદી હવે આવ્યા મેદાનમાં, સનાતન ધર્મ અંગે આપ્યું મોટું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પર મોટો પ્રહારો કર્યા હતો.

Top Stories India Breaking News
Mansi 3 2 PM મોદી હવે આવ્યા મેદાનમાં, સનાતન ધર્મ અંગે આપ્યું મોટું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પર મોટો પ્રહારો કર્યા હતો. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક પક્ષો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A સનાતન ધર્મને ખતમ કરવા માગે છે. ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવા માગે છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતની આસ્થા પર હુમલો કરવાની વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aની રણનીતિ છે. તેમણે કહ્યું કે, આ લોકો સનાતન પરંપરાને ખતમ કરવા માગે છે. તેઓ સનાતનને ખતમ કરી અને તેને એક હજાર વર્ષ સુધી ગુલામીમાં ધકેલવા માગે છે. પરંતુ તેમની યોજનાઓને એકતાથી નિષ્ફળ બનાવવી પડશે.

I.N.D.I.A ગઠબંધન ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવા માગે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aનો નેતા હજુ નક્કી થયો નથી. તેના નેતૃત્વ અંગે મૂંઝવણ છે. લોકો આ ગઠબંધનને અહંકારી ગઠબંધન પણ કહી રહ્યા છે. આ ઘમંડી ગઠબંધનની નીતિ અને વ્યૂહરચના ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. આ ગઠબંધને ભારતીયોની આસ્થા પર હુમલો કરવાનું નક્કી કર્યું છે. આ ઘમંડી ગઠબંધનનો ઈરાદો ભારતના વિચારો અને મૂલ્યોને નષ્ટ કરવાનો છે.

https://twitter.com/ANI/status/1702219241569788135?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1702219241569788135%7Ctwgr%5Ecfeda3147449cd304b8865ff3c49c3693751f917%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Findia%2Fpm-modi-aattack-india-alliance-congress-bina-petrochemical-complex-madhya-pradesh-2106503.html

I.N.D.I.A ગઠબંધન સનાતન પરંપરાને ખતમ કરવા માગે છે

પીએમ મોદીએ કહ્યું કે આ ‘અહંકારી ગઠબંધન’ સનાતન સંસ્કારો અને પરંપરાઓને સમાપ્ત કરવાના સંકલ્પ સાથે આવ્યા છે. જે સનાતનમાં ગાંધીજી આજીવપર્યત માનતા હતા, તે સનાતન જેણે તેમને અસ્પૃશ્યતા સામે આંદોલન ચલાવવાની પ્રેરણા આપી હતી. આ ઘમંડી ગઠબંધનના લોકો એ શાશ્વત પરંપરાનો અંત લાવવા માગે છે.

ઉલ્લેખનિય છે કે,સનાતન ધર્મ પર વિવાદ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનથી શરૂ થયો હતો. ઉદયનિધિએ કહ્યું હતું કે, સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવો છે, તેને ખતમ કરવો જોઈએ. તેમણે કહ્યું કે માત્ર વિરોધ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. આને ખતમ કરવાની જરૂર છે. ડીએમકેના આ નેતાના નિવેદનથી સમગ્ર રાજકીય વાતાવરણ ગરમાયું હતું.

આ પણ વાંચો: Drugs/ પાકિસ્તાનનો આલા દરજ્જાનો અધિકારી “અંડરવર્લ્ડ ડોન” નીકળ્યો

આ પણ વાંચો: કર્ણાટક હાઇકોર્ટ/ બહેન પરિવારનો હિસ્સો નથી, ભાઈના મોત પર રહેમરાહે નોકરી ન મળેઃ હાઇકોર્ટ

આ પણ વાંચો: Ayushman Scam/ આયુષ્યમાન યોજનાની ‘તબિયત’ બગડતી અટકાવવા ગુજરાત સરકાર ‘ડોક્ટર’ બની