ગાંધીનગરઃ ગુજરાતમાં આયુષ્યમાન યોજનાને Ayushman Scam લઇને અનેક કૌભાંડો બહાર આવતા ગુજરાત સરકાર સક્રિય બની ગઈ છે. આમ આયુષ્યમાન યોજનાની ‘તબિયત’ બગડતી અટકાવવા ગુજરાત સરકાર ‘ડોક્ટર’ બની.
રાજ્યના તળિયાના નાગરિકોના આરોગ્યની ગુણવત્તાનું સ્તર જાળવી રાખવા અને દવા અને સારવારનો ગરીબોના ખિસ્સા પર બોજ ન પડે તે હેતુથી શરૂ કરાયેલી આયુષ્યમાન યોજનામાં કૌભાંડો બહાર આવતા ગુજરાત સરકારી ચોંકી ઉઠી છે. આના પગલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
રાજ્ય સરકારના નિર્દેશોના પગલે રાજ્યના એન્ટી ફ્રોડ યુનિટ Ayushman Scam દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી છે. તેમા કુલ 800થી વધુ હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નવ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે, એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને એકને ડિ-એમ્પેનલ કરવામાં આવી છે. આમ કુલ બે કરોડથી વધુ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ માહિતી આયુષ્યમાન યોજનાના મદદનીશ નિયામક દ્વારા આપવામાં આવી હતી.
આયુષ્યમાન યોજના હેઠળ નિયત માપદંડો ધરાવતા કુટુંબોને Ayushman Scam ઓપરેશનો માટે દસ લાખ રૂપિયાનું વીમાકવચ વિનામૂલ્ય આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. તેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઈને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અત્યંત ગંભીર માંદગી પોતાના રહેઠામની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મેળવી શકે છે.
આ પણ વાંચોઃ Accident/અમદાવાદમાં ‘યમદૂત’ બન્યા હરતાફરતા ડમ્પર, યુવાનને કચડ્યો
આ પણ વાંચોઃ gujarat rain/ગુજરાતીઓ સાવધ રહેઃ આ દિવસોમાં છે ભારે વરસાદની છે આગાહી
આ પણ વાંચોઃ રાહત/નવું વાહન ખરીદો છો, તો જાણી લો આજથી બદલાઈ ગયેલો RTOનો આ નિયમ
આ પણ વાંચોઃ Chemical bottle explosion/રાજકોટમાં એક ઘરની અંદર કેમિકલની બોટલો ફૂટતા વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં
આ પણ વાંચોઃ Accident/રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 લોકોના મૃતદેહ ભાવનગર લવાશે
