Accident/ અમદાવાદમાં ‘યમદૂત’ બન્યા હરતાફરતા ડમ્પર, યુવાનને કચડ્યો

અમદાવાદમાં હરતાફરતા યમદૂતનું ટાઇટલ આપવું હોય તો ડમ્પરોને ચોક્કસપણે આપી શકાય. એએમસીના ડમ્પર હવે માલસામાન જ નહી લોકોનું જીવન પણ ડમ્પ કરે છે. તે અમદાવાદમાં હવે હરતાફરતા યમદૂતની ભૂમિકામાં છે.

Top Stories Ahmedabad Gujarat
For Vishal Jani 2 1 અમદાવાદમાં ‘યમદૂત’ બન્યા હરતાફરતા ડમ્પર, યુવાનને કચડ્યો

અમદાવાદઃ અમદાવાદમાં હરતાફરતા યમદૂતનું ટાઇટલ Dumper Killed Youth આપવું હોય તો ડમ્પરોને ચોક્કસપણે આપી શકાય. એએમસીના ડમ્પર હવે માલસામાન જ નહી લોકોનું જીવન પણ ડમ્પ કરે છે. તે અમદાવાદમાં હવે હરતાફરતા યમદૂતની ભૂમિકામાં છે. આ હરતાફરતા યમદૂતે નિકોલમાં નોકરી  પરથી પરત ફરતા ભાવેશ પટેલ નામના આશાસ્પદ યુવાનને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે મોત નીપજતા અરેરાટી વ્યાપી થઈ ગઈ છે.

અગાઉ પણ ડમ્પરોના લીધે કેટલાયના જીવ ગયા છે અને કેટલાય ઇજા પામ્યા છે પણ હજી સુધી ડમ્પરો સામે કાર્યવાહી થઈ નથી. ઇસ રાત કી સુબહ નહી તેવું ફિલ્મી ટાઇટલ  અમદાવાદના નિકોલના યુવાન પર સંપૂર્ણપણે ફિટ Dumper Killed Youth  બેસે છે. નિકોલનો રહેવાસી ભાવેશ પટેલ વહેલી સવારે સૂરજ ઉગ્યા પહેલા પરત આવતો હતો ત્યારે તેને કલ્પના પણ ન હતી કે આ દિવસ તેના જીવનનો અંતિમ દિવસ હોઈ શકે છે. બેફામ દોડતા ડમ્પરે નોકરીથી પરત ફરતા આશાસ્પદ યુવાનનો જીવ લઈ લીધો હતો. ડમ્પરે આ યુવાનને રીતસરનો ગાડીની નીચે જાણે કચરો ડમ્પ કરતા હોય તેમ કચડી નાખ્યો હતો. તેના લીધે ભાવેશ પટેલનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

અકસ્માત સર્જીને ડમ્પર ચાલક તરત જ ફરાર થઈ ગયો છે. પોલીસે Dumper Killed Youth ઘટનાસ્થળે પહોંચીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેની સાથે ડમ્પર કબ્જે કરીને રસ્તો ક્લિયર કર્યો છે.  અકસ્માત પછી તરત જ લોકોના ટોળેટોળા રસ્તા પર જમા થઈ ગયા હતા. લોકોમાં યુવાનના મોતને લઈને જબરજસ્ત આક્રોશ હતો. પોલીસે પછી સ્થિતિ સંભાળીને લોકોના ટોળા વિખેર્યા હતા.

આ પણ વાંચોઃ SL Vs PAK/ આજનો વિજેતા ભારત સાથે ફાઈનલ રમશે, કેવો છે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરનો રેકોર્ડ ?

આ પણ વાંચોઃ ઇન્વેસ્ટમેન્ટ હબ/ ગુજરાતમાં ટેક્સ્ટાઇલ-કેમિકલ સેક્ટર કમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 4,067 કરોડનું થશે રોકાણ

આ પણ વાંચોઃ Share Market/ બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 20000ને પાર

આ પણ વાંચોઃ India Third-Largest Economy/ ભારત ઘણા મોટા દેશોને છોડી દેશે પાછળ, આ પ્રોજેક્ટને મળી IMFની પણ મંજૂરી!

આ પણ વાંચોઃ IRCTC Tour Package/ ધાર્મિક યાત્રાના મુસાફરોને રેલવેની મોટી ભેટ, ઓક્ટોબરમાં મળશે આ સુવિધા