Ahmedabad News/ સ્કૂલ વાન ચાલકોની મંગળવારથી હડતાળ, વાલીઓની ટાંગાતોડ વધી જશે

અમદાવાદમાં સ્કૂલવાન ચાલકોએ મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર જશે.

Top Stories Ahmedabad Gujarat Trending Breaking News
Beginners guide to 2024 06 17T002936.882 સ્કૂલ વાન ચાલકોની મંગળવારથી હડતાળ, વાલીઓની ટાંગાતોડ વધી જશે

Ahmedabad News: અમદાવાદમાં સ્કૂલવાન ચાલકોએ મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર જશે. વાનચાલકો તેમના પડતર પ્રશ્નોની સાથે ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ છે. આના પગલે સ્કૂલવર્ધી એસોસિયેશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આ હડતાળ કેટલા દિવસની હશે તે હજી સુધી જાહેર થયું નથી, પણ તેના લીધે કમસેકમ વાલીઓની તકલીફમાં તો ચોક્કસ વધારો થયો છે.

ગુજરાતમાં હજુ તો આ સપ્તાહે જ સ્કૂલો શરૂ થઈ છે ત્યાં વાલીઓએ મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા પડી શકે છે. સ્કૂલ વર્ધી એસોસિએશને આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ભાડામાં વધારો કરીને વાલીઓ પર મોંઘવારીનો બોજ નાંખ્યો છે. હવે વાલીઓએ સ્કૂલ વાન ચાલકોની હડતાળના કારણે સંતાનોને સ્કૂલે મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. 18મી જૂનથી સ્કૂલવર્ધી એસોસિયેશન દ્વારા ચેકિંગ અને દંડડ મુદ્દે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં રિક્ષા અને વાન સહિતના 15 હજારથી વધુ સ્કૂલ વર્ધી એસો. દ્વારા સમગ્ર રાજ્યમાં 80 હજારથી વાહનો ચાલે છે. એસો.ની મિટિંગમાં મંગળવારથી હડતાળ પર ઉતરી જવાની ચીમકકી આપવામાં આવી છે. પરિણામે વાલીઓએ દોઢ લાખ બાળકોને શાળાએ લેવા અને મૂકી જવાની ફરજ પાડવામાં આવી છે. સ્કૂલ વાન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ના આવતાં અંતે મંગળવારથી હડતાળ પર જવાનો સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય કર્યો છે.

ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. જોકે, વાલીગણે સ્કૂલ વર્ધી એસોસિએશનના હડતાળના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ વાન ચાલકોના કેટલાક પડતર મુદ્દાને લઇને રવિવારે એસોસિએશનની એક બેઠક હતી. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ