રાહત/ નવું વાહન ખરીદો છો, તો જાણી લો આજથી બદલાઈ ગયો છે RTOનો આ નિયમ

નવું વાહન ખરીદનારાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે આજથી તમે નવું વાહન ખરીદશો તો હવે તમને વાહન નંબર સાથે જ મળશે. નંબર પ્લેટ લગાવવાનું કામ હવે આરટીઓ નહી કરે, RTO હવેથી કોઈપણ જૂની કે નવી નંબરપ્લેટ લગાવવાનું કામ જ નહી કરે.

Top Stories Ahmedabad Gujarat
Numberplate નવું વાહન ખરીદો છો, તો જાણી લો આજથી બદલાઈ ગયો છે RTOનો આ નિયમ

અમદાવાદઃ પ્રજાને સૌથી હેરાન કરતું ખાતું હોય તો તે છે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે RTO. જો તમારી પાસે વાહન હોય તો પછી તેના રજિસ્ટ્રેશનથી લઈને લાઇસન્સ સુધી ધક્કા ન ખવડાવે તે RTO નહી. સરકારે હવે વિકેન્દ્રીકરણને વેગ આપવાના પ્રયાસરૂપે કમસેકમ નવા વાહનચાલકોને રાહત થાય તેવો નિર્ણય લીધો છે.

નવું વાહન ખરીદનારાઓએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે આજથી તમે નવું વાહન ખરીદશો તો હવે તમને વાહન નંબર સાથે જ મળશે. નંબર પ્લેટ લગાવવાનું કામ હવે આરટીઓ નહી કરે, RTO હવેથી કોઈપણ જૂની કે નવી નંબરપ્લેટ લગાવવાનું કામ જ નહી કરે. આમ નવું વાહન ખરીદનારા વાહન ખરીદ્યા પછી તેના પર પ્લેટ લગાવવા માટે RTOના ધક્કાં નહી ખાવા પડે. વાહન ખરીદશે ત્યારે જ તેને વાહન નંબર સાથે જ મળશે. આમ ભૂપેન્દ્ર પટેલ સરકારને બે વર્ષ થયા છે ત્યારે આરટીઓના ધક્કામાંથી વાહનચાલકોને મળેલી મુક્તિ તે લોકોને મળેલી સાચી ભેટ કહી શકાય.

વાહનચાલકોએ ડીલરોને સર્વિસ ચાર્જ આપવો પડશે, એટલે કે પ્લેટનો ખર્ચ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જનો બોજ વાહનચાલકોએ વેઠવો પડશે. આ નિયમ 14 સપ્ટેમ્બરથી એટલે કે આજથી જ અમલી બન્યો છે. વાહનચાલકો માટે સૌથી મોટી શાંતિ  એ છે કે તેને RTOના ધક્કામાંથી મુક્તિ મળશે, નહી તો તેણે પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે, પછી ત્યાં પ્લેટ નંખાવવા જવુ પડે.

નવા નિયમ મુજ શોરૂમમાંથી વાહન ખરીદવામાં આવે ત્યારે ત્યાં જ નંબર પ્લેટ લગાવી દેવાશે. બીજા શબ્દોમાં કહીએ તો નંબર પ્લેટ લગાવ્યા વગર વાહન શોરૂમની બહાર જ નહીં નીકળે. આમ નંબર લગાવ્યા વગર વાહન બહાર નીકળ્યું તો ડીલર સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સસ્પેન્શન તેમજ ખોટા દસ્તાવેજ અપલોડ પણ કર્યા હોય તો ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. પહેલા કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે તો ડીલરો પાસેથી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા, પરંતુ હવે નિયમોમાં ફેરફાર થયો છે. RTO પાસે હવેથી આ કામ જ લઈ લેવાયું છે. હવે વાહન રજિસ્ટ્રેશન થયા પછી ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને નંબર સાથે જ વાહન આપવામાં આવશે.

આમ ડીલર જ નવો નંબર આપશે અને નંબર પ્લેટ પણ લગાવી આપશે. નવા વાહનોની ખરીદીના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે. આમ વિકેન્દ્રીકરણના લીધે નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે. વાહનચાલકોએ RTO કચેરી જ આવવું નહી પડે.

આ પણ વાંચોઃ Accident/અમદાવાદમાં ‘યમદૂત’ બન્યા હરતાફરતા ડમ્પર, યુવાનને કચડ્યો

આ પણ વાંચોઃ સફળતાના બે વર્ષ/બિપરજોય સામે ગુજરાત સરકારનો ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સફળ

આ પણ વાંચોઃ ક્રાઈમ/સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચોઃ Rajasthan Accident/રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, મથુરા દર્શન કરવા જઈ રહેલા 11 ગુજરાતીઓના મોત

આ પણ વાંચોઃ કાર્યવાહી/જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાલુ ઓપરેનમાં ફોટો સેશન મામલે મોટી કાર્યવાહી,સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે લીધા આ પગલાં