Amreli News/ અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે અમરેલી બેઠક પર મતદાન વખતે કરૂણ બનાવ બન્યો હતો. અમરેલીમાં ફરજ પર હાજર મહિલા મતદાન કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું હતું.

Gujarat Others Breaking News
Beginners guide to 23 અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

Amreli News: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને પાંચ વિધાનસભા બેઠકોનું મતદાન ચાલી રહ્યુ છે ત્યારે અમરેલી બેઠક પર મતદાન વખતે કરૂણ બનાવ બન્યો હતો. અમરેલીમાં ફરજ પર હાજર મહિલા મતદાન કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું હતું. તેઓ જાફરાબાદ શહેરની સાગર શાળામાં ફરજ પર હાજર હતા.

શિક્ષિકા કૌશિકાબેન બાબરિયા ફરજ પર હતા ત્યારે જ અચાનક પડી ગયા હતા. મહિલાને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આના પગલે મતદાન મથકના ફરજ પરના કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે. આ સમાચાર ફેલાવવાની સાથે જ મતદાન મથકના કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે. તેની સાથે રાજ્યના બધા જ મતદાન મથકોમાં ચૂંટણી કર્મચારીઓની વિશેષ કાળજી લેવાના સૂચનો અપાયા છે. તેની સાથે ફરજ પરના હાજર કર્મચારીની તબિયત બગડે તો તેને તાત્કાલિક સારવાર પૂરી પાડવા પણ જણાવી દેવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ