દરોડા/ અમદાવાદમાં મકાનના ધાબા પર જુગાર રમતી 9 મહિલા ઝડપાઇ

એક મકાનના ધાબા પર મહિલાઓ જુગાર રમતી હતી તેની બાતમી પોલીસને મળી હતી તે મામલે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 9 મહિલાઓ પકડાઇ હતી.

Top Stories Gujarat

અમદાવાદના નરોડા વિસ્તારમાંછી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એક મકાનના ધાબા પર મહિલાઓ જુગાર રમતી હતી તેની બાતમી પોલીસને મળી હતી તે મામલે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં 9 મહિલાઓ પકડાઇ હતી.

કૃષ્ણનગર પોલીસ પેટ્રોલિંંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે વિભાગ 1ના મકાન નંબર ઇ 520માં મહિલાઓ ખુલ્લામાં ધાબા પર ગંજીપાના તેમજ પૈસા વડે હાલ જીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી 9 મહિલાઓને ઝડપી લીધી હતી.મહિલાઓ પાસેથી  કુલ મુદ્દામાલ 16 હજાર મળી આવ્યા હતા.

 આ તમામ મહિલાઓ ધાબા પર જુગાર રમી રહ્યી હતી . પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી લીધી છે. આ મહિલા ઓ કેટલા સમયથી અહીં જુગાર રમતાં હતાં. અને જુગાર કોણ રમાડતું આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.