Not Set/ વલસાડ/ સગીરા સાથેના ગેંગરેપ મામલે  3 નરાધમોની ધરપકડ

વલસાડના ધરમપુરમાં થયેલા સગીરા સાથેના ગેંગરેપ મામલે પોલીસે 3 નરાધમોને પકડી પાડ્યા છે. પોલીસે ફરિયાદની ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી કોર્ટમાં તેમને રિમાન્ડ માટે હાજર કર્યા છે. આ મામલે વધુ એક ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનિય છે કે સગીરા કોઈ કામ અર્થે દુકાન જઈ રહી તે દરમિયાન ચાર જેટલા નરોધમોએ તેને ઝાડીમાં […]

Gujarat Others

વલસાડના ધરમપુરમાં થયેલા સગીરા સાથેના ગેંગરેપ મામલે પોલીસે 3 નરાધમોને પકડી પાડ્યા છે. પોલીસે ફરિયાદની ગણતરીના કલાકમાં આરોપીઓને ઝડપી કોર્ટમાં તેમને રિમાન્ડ માટે હાજર કર્યા છે. આ મામલે વધુ એક ફરાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનિય છે કે સગીરા કોઈ કામ અર્થે દુકાન જઈ રહી તે દરમિયાન ચાર જેટલા નરોધમોએ તેને ઝાડીમાં લઈ જઈ  તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ કરતા પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ધરમપુર ના એક ગામે દુકાને જતી સગીરા ને એકાંત માં ઝાડી મા લઈ જઈ 4 નરાધમો એ પીખી નાખી અને સગીરા ને છોડી ને થયા ફરાર ધરમપુર પોલીસ એ 4 નરાધમો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને  સગીરા નું મેડિકલ કરાવી ગેંગરેપ ની ફરિયાદ નોંધી હતી જે કેસ માં પોલીસ એ 3 જેટલા આરોપી ની ધરપકડ કરી છે..

ધરમપુર ના એક ગામ ની સગીરા યુવતી એ તેના મિત્ર સાથે અવાર નવાર વાતચીત કરવાનું ટાળતા યુવક દ્વારા  સગીરા ની રેકી કરી હતી.  સગીરા  તેના ઘર નજીક ની દુકાનમાં જતી હતી.  જોકે સગીરાની ઘર અને દુકાન માં ઘણો અંતર હોવાથી તે દરમિયાન આરોપી યુવક એ સગીરા ને રોકી કેમ વાત નહીં કરી બોલચાલ કરી બાદ માં તેના મિત્રો સાથે મળી તેને બાજુ ની એક અવાવરું જગ્યા એ લઈ જઈ ને અવારનવાર રેપ ગુજારી ને તેના મિત્રો એ પણ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને ત્યાંજ છોડી ભાગી છૂટ્યા હતા.  જે કેસ માં પોલીસ એ 3 આરોપી ની ધરપકડ કરી ને કોર્ટ માં રજૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.