Not Set/ રાજકોટ/ ભુગર્ભ ગટર સાફ કરતા ત્રણ સફાઈ કામદારો ફસાયા…

  સફાઈ કામદાર ગટરની સફાઈ કરવા માટે ગટરમાં ઉતરતા હોય છે અને તાયા ફસાઈ જવું એ ઘટના હવે સામાન્ય બની ગઈ છે. આવી જ એક ઘટના આજ રોજ રાજકોટ ખાતે બની હતી. અને ત્રણ  જેટલા સફાઈ કામદારો ભૂગર્ભ ગટરમાં ફસાય હતા. રાજકોટમાં મોટી દુર્ધટના ટળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો શહેરના ભગવતીપરા […]

Gujarat Rajkot
 

સફાઈ કામદાર ગટરની સફાઈ કરવા માટે ગટરમાં ઉતરતા હોય છે અને તાયા ફસાઈ જવું એ ઘટના હવે સામાન્ય બની ગઈ છે. આવી જ એક ઘટના આજ રોજ રાજકોટ ખાતે બની હતી. અને ત્રણ  જેટલા સફાઈ કામદારો ભૂગર્ભ ગટરમાં ફસાય હતા. રાજકોટમાં મોટી દુર્ધટના ટળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો શહેરના ભગવતીપરા વિસ્તારમાં ભુગર્ભ ગટર સાફ કરતા ત્રણ સફાઈ કામદારો ફસાયા હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ભુગર્ભ ગટર સાફ કરતા ત્રણ સફાઈ કામદારો ફસાઇ જતાં સ્થાનિક અને ફાયરબ્રિગેડની મદદથી ભુગર્ભ ગટરમાં ફસાયેલા ત્રણ સફાઈ કામદારો નું રેસક્યું કરાયું હતું. રેસક્યું કરાયેલા ત્રણ મજૂરો પૈકી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર બનાવના પગલે ધારાસભ્ય અરવિંદ રૈયાણી ઘટનાસ્થળ પર પહોંચી બનાવ અંગેનો તાગ મેળવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.