Accident/ પંચમહાલ : હાલોલ-વડોદરા હાઇવે પાસે એક સાથે પાંચ ગાડીઓનો સર્જાયો અકસ્માત

પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા હાલોલ-વડોદરા હાઈવે માર્ગ પર બાસ્કા પાસે આજે બપોરના અરસામાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા.

Gujarat Others

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ 

હાલોલ-વડોદરા હાઇવે રોડ પર બાસ્કા ગામ પાસે એક સાથે પાંચ વાહનોનો અકસ્માત થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા હાલોલ-વડોદરા હાઈવે માર્ગ પર બાસ્કા પાસે આજે બપોરના અરસામાં એક સાથે પાંચ વાહનો અથડાયા હતા.

જેમા બસ,કાર અને તેમજ ટેમ્પાનો સમાવેશ થાય છે.પરંતુ તેના કારણે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત નથી. તેના કારણે ટ્રાફિક જામ થયો હતો.જ્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…