સુરતમાં એક યુવાનની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ધારૂકા કોલેજ પાસેથી આ યુવાનની લાશ મળી આવી હતી. કોલેજના પાછળના ભાગેથી આ યુવાનની અર્ધનગ્ન હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી હતી.
જેનને લઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે આ યુવાનની કોઇએ હત્યા કરીને તેની લાશ ફેંકીને જતું રહ્યું હોય તેવી શંકા-કુશંકા દેખાઇ રહી છે.
