ગુજરાત/ અમદાવાદનું આ સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાનનું મંદિર આવતીકાલથી દર્શનાર્થે ખોલવામાં આવશે

કેમ્પ હનુંમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટી દ્વારા 8 ફેબ્રુઆરીથી મંદિર દર્શનાર્થીઓ માટે ફરીથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Gujarat

 રાજ્યમાં કોરોનાની બીજી લહેર  ભયાનક જોવા  મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા. ત્યારે હવે દિવાળી બાદ જ  કોરોનાની ત્રીજી લહેર શરૂ  થઈ હરતી. જેમાં  સરકાર દ્વારા અગાવ થી  સલમતી રૂપે  રસીકરણ કરવામાં આવી રહ્યું  છે . વધતાં કેસો ને લઈને  રાજયના  મોટાભાગબ મંદિરો બંધ  કરી દેવામાં આવ્યા  હતા.  જે હવે ધીમે ધીમે કેસો ઘટતા   ફરીથી શરૂ કરવામાં  આવી રહ્યા  છે.

આ પણ વાંચો:ભોપાલ / સાંસદ સાધ્વીના મોબાઈલ પર મોકલ્યા અશ્લીલ ફોટો, પછી કોલ કરીને આરોપીએ કહ્યું એવું કે..

 મહત્વનુ છે કે અમદાવાદનું  પ્રખ્યાત મંદિર જે કોરોના કેસ વધતાં   દર્શનાર્થીઓ માટે 31મી જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત  હવે કેસો ઘટતા   પહેલી ફેબ્રુઆરીએ મંદિર ખોલવા માટે ડિફેન્સ ઓથોરિટીની લેખિત મંજુરી માંગી હતી. જેનો જવાબ નહીં મળતાં 7મી ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર ખોલાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે મંદિર આવતીકાલે 8મી ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.

આ પણ વાંચો:સદ / ઓવૈસી Z સિક્યોરિટી લો, રાજ્યસભામાં અમિત શાહની અપીલ

કેમ્પ હનુંમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટી દ્વારા 8 ફેબ્રુઆરીથી મંદિર દર્શનાર્થીઓ માટે ફરીથી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખોલવામાં આવશે. તેમજ દર્શનાર્થીઓને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થે આવેલા લોકોએ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે.