LCB Arrest/ મોવિયાની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સહિતના ત્રણે શખ્સો ગણતરીની કલાકોમાં જ ઝડપાયા

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી અને માતા-પિતા વિનાની સગીરાને સ્માર્ટફોન ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી વાતોમાં ભોળવી મિત્રતા કેળવી અન્ય બે મિત્રો સાથે મિત્રતા કરાવી અપહરણ કરી લઈ જઈ

Gujarat

વિશ્વાસ ભોજાણી, મંતવ્ય ન્યૂઝ@ગોંડલ

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતી અને માતા-પિતા વિનાની સગીરાને સ્માર્ટફોન ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી વાતોમાં ભોળવી મિત્રતા કેળવી અન્ય બે મિત્રો સાથે મિત્રતા કરાવી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ઘટના માં પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે મોવિયા ગામે રહેતી માત્ર બાર વર્ષની સગીરાને સ્માર્ટફોન ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી વાતોમાં ભોળવીહતી.

ગોંડલના વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી ઉ.વ. 19 રહે આસોપાલવ સોસાયટી, તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી ઉ.વ. 21 રહે 31 ભોજરાજપરા, પારસ રેસિડેન્સી અને અવી મુકેશભાઈ સોલંકી ઉ.વ. 21 રહે આસોપાલવ પાર્ક એ અપહરણ કરી લઈ ગયા હતા.

ગોંડલ વૃંદાવન 3 વિસ્તારમાં સગના મકાનમાં લાવી વિરાજે દુષ્કર્મ આચર્યું હતું તેમજ અક્ષય છેડતી કરી હોય તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આરોપી અને સગીરાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલે ખસેડાયા હતા.