Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

કોરોનાના કેસોમાં ઘટાડો

India

કોરોનાની રફતાર મંદ પડી રહી છે. કોરોનાના નવા કેસોમાં  નોંધપાત્ર ઘટાડો નોધાયો છે. કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે જે સારી વાત છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસો 15229 નોંધાયા છે. અને 307 લોકોના મોત થયાં છે.

દેશમાં કોરોનાની ગતિ પર બ્રેક લાગી રહી છે ,જેના લીધે નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાઇ રહ્યો છે. મહારાષ્ટમાં કોરોનાના નવા કેસો 15,229 નોંધાયા છે. રાજ્યમાં 307 લોકોના મોત થયાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ કેસો 57,91,413 નોંધાયા છે. અને કોરોનાથી મૃ્યુ પામનારાઓની કુલ સંખ્યા 97,394 થઇ છે.

રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યા 25,617 થઇ છે. અને કોરોનાને માત આપીને સાજા થયેલા કુલ કેેસોની સંખ્યા 54,86,206 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 307 લોકોની મોત થઇ છે. ઉલ્લેખનીય છે કે કોરનાની રફતાર મંદ પડી છે અને રાજ્યમાં લોકડાઉન કડક અમલાઇથી કેસોમાં ઘટાડો થઇ રહ્યો છએ.