goa news/ ગોવા સરકારની મોટી જાહેરાત: દર વર્ષે 3 LPG સિલિન્ડર માટે ₹3,000 સીધા ખાતામાં મળશે

Goaના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી છે કે રાજ્યના નાગરિકોને દર વર્ષે 3 મફત એલપીજી સિલિન્ડર માટે ₹3,000 સીધા બેંક ખાતામાં આપવામાં આવશે.

NATIONAL Top Stories India
Goa

Goa Free LPG Scheme Pramod Sawant: ગોવાની ભાજપ સરકારે રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે રાજ્યના પાત્ર લાભાર્થીઓને દર વર્ષે ત્રણ LPG ગેસ સિલિન્ડર માટે કુલ ₹3,000ની સહાય આપવામાં આવશે. આ રકમ સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે, આ યોજના 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી રહી છે.

5 સપ્ટેમ્બરથી મળશે અરજી ફોર્મ

મુખ્યમંત્રી સાવંતે પણજીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન યોજનાની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, યોજનાના અરજી ફોર્મ 5 સપ્ટેમ્બરથી ગ્રામ પંચાયતો અને ધારાસભ્યોની કચેરીઓમાંથી ઉપલબ્ધ થશે. જ્યારે પાત્ર લાભાર્થીઓના(Goa) બેન્ક ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા 9 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે મોંઘવારીના સમયમાં LPG ખર્ચમાં મળનારી આ સહાયથી સામાન્ય પરિવારોને આર્થિક રાહત મળશે.

કોને મળશે લાભ?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે યોજનાનો લાભ ગોવાના(Goa) મૂળ નિવાસીઓને જ આપવામાં આવશે. અન્ય રાજ્યોના રહેવાસીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં. અરજી કરતી વખતે લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. તેમાં બેન્ક પાસબુક, આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્રની નકલનો સમાવેશ થાય છે. દસ્તાવેજોની ચકાસણી અને પાત્રતા નિર્ધારિત થયા બાદ સહાયની રકમ સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

ચૂંટણીના વચનને પૂર્ણ કરવાનો સરકારનો દાવો

મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગોવાના(Goa) લોકોને દર વર્ષે ત્રણ LPG સિલિન્ડર માટે સહાય આપવાનું વચન આપ્યું હતું. હવે સરકાર આ વચનને અમલમાં મૂકવા જઈ રહી છે. LPGના ભાવ અને મોંઘવારીને લઈને પરિવારો પર વધતા ખર્ચ વચ્ચે ગોવા સરકારની આ જાહેરાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે યોજનાનો લાભ કેટલા પરિવારોને મળશે અને તેની અમલવારી કેવી રીતે થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: પેટ્રોલને લઈને વિવાદ વચ્ચે ગોવા સરકારનું મોટું નિવેદન, માઈલેજ ઘટવા અંગે સત્તાવાર ફરિયાદ નહીં

આ પણ વાંચો: ગોવામાં આગ લાગ્યા બાદ સાવંત સરકારે કડક કાર્યવાહી કરી, બે નાઈટક્લબ સીલ કર્યા

આ પણ વાંચો: વાઘની વચ્ચે માણો સુંદર સૂર્યાસ્તનો નજારો, યુપીની આ જગ્યા સામે ગોવા પણ ફિક્કું પડશે