National News/ મોહાલીમાં બ્રેકઅપની અદાવતમાં ઓફિસની અંદર જ યુવતીની કરપીણ હત્યા, પ્રેમીએ પણ કર્યો સુસાઈડનો પ્રયાસ

પંજાબના મોહાલીમાં બ્રેકઅપના 6 મહિના બાદ એક્સ-ગર્લફ્રેન્ડે પેચઅપ કરવાની ના પાડતા પૂર્વ પ્રેમી હરવિંદરે ઓફિસની અંદર જ ડિમ્પલ નામની યુવતીની ચાકુ મારી ક્રૂર હત્યા (Murder)કરી દીધી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Murder

Mohali Murder Case 2026: પંજાબના મોહાલીમાંથી એક રૂંવાડા ઉભા કરી દે તેવી સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અહીંના ફેઝ-11 સ્થિત બેસ્ટેક મોલ (સેક્ટર-66) નજીક આવેલી એક ખાનગી ઓફિસમાં કામ કરતી 30 વર્ષની યુવતીની તેના જ પૂર્વ પ્રેમીએ ઓફિસની અંદર ધોળા દિવસે ચાકુના અસંખ્ય ઘા મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. આ ભયાનક વારદાતને અંજામ આપ્યા બાદ આરોપીએ તે જ ચાકુથી પોતાના પર પણ હુમલો કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

3 વર્ષનો પ્રેમ અને 6 મહિના પહેલાં બ્રેકઅપ

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવતીની ઓળખ પટિયાલાની રહેવાસી ડિમ્પલ (ઉંમર 30 વર્ષ) તરીકે થઈ છે. જ્યારે હુમલાખોર આરોપીની ઓળખ હરવિંદર સિંહ માન ઉર્ફે હેરી (ઉંમર 34 વર્ષ) તરીકે થઈ છે. આ બંને છેલ્લાં આશરે 3 વર્ષથી મોહાલીના ફેઝ-11 માં આવેલી એક પેકર્સ એન્ડ મૂવર્સ કંપનીમાં સાથે કામ કરતા હતા (સહકર્મી હતા).

શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ આશરે 6 મહિના પહેલાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ થયા પછી આરોપી હરવિંદર માનસિક રીતે પરેશાન રહેતો હતો અને ડિમ્પલ પર ફરીથી સંબંધ શરૂ કરવા માટે સતત દબાણ કરતો હતો, પરંતુ ડિમ્પલે તેનાથી સંપૂર્ણ અંતર જાળવી લીધું હતું. આ જ વાતની અદાવત રાખીને તેણે હત્યાનું ભયાનક કાવતરું ઘડ્યું હતું.

ઓફિસના કર્મચારીઓની સામે જ દોડાવી દોડાવીને મારી

ગુરુવારે સાંજે ડિમ્પલ હંમેશાની જેમ પોતાની ડેસ્ક પર બેસીને ઓફિસનું કામ કરી રહી હતી, ત્યારે જ હરવિંદર ત્યાં પહોંચ્યો હતો. બંને વચ્ચે થોડીવાર બોલાચાલી થઈ અને જોતજોતામાં ગુસ્સામાં પાગલ બનેલા હરવિંદરે પોતાની પાસે છુપાવી રાખેલું તીક્ષ્ણ ચાકુ કાઢીને ડિમ્પલ પર જીવલેણ હુમલો કરી દીધો.

જીવ બચાવવા માટે ડિમ્પલ ઓફિસમાં આમ-તેમ ભાગવા લાગી, પરંતુ નરાધમ આરોપીએ તેને દોડાવી દોડાવીને ચાકુના ઘા માર્યા હતા. ઓફિસના અન્ય કર્મચારીઓએ જ્યારે ડિમ્પલને બચાવવાનો અને હરવિંદરને (Murder) રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેઓને પણ ચાકુ બતાવી દૂર રહેવાની ધમકી આપી હતી અને હુમલો ચાલુ રાખ્યો હતો.

Murder બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ડિમ્પલને લોહીલુહાણ કરીને ઢાળી દીધા બાદ હરવિંદરે તે જ ચાકુ પોતાના પેટ અને શરીર પર મારીને આત્મહત્યાની કોશિશ કરી હતી. ઓફિસમાં ભારે દોડધામ અને હોબાળો (Murder) મચી જતાં તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંનેને તાત્કાલિક મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ડિમ્પલને મૃત (Murder) જાહેર કરી હતી. જ્યારે લોહીલુહાણ થયેલા આરોપી હરવિંદરની હાલત પણ અત્યંત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે અને તે હાલ ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


આ પણ વાંચોઃદિવ્યા પહુજા મર્ડર કેસઃ મોડેલનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચોઃમોડલ દિવ્યા હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા,લાશ અને BMW કાર મળી આવી! 

આ પણ વાંચોઃ એક્ટ્રેસના મેસેજનો જવાબ અપહરણ, ટોર્ચર અને મર્ડરનો હતો