Marraige/ ભાજપના નેતા તેજિન્દર બગ્ગાએ CM ભગવંત માનને લગ્નની ગિફ્ટ મોકલી, કિંમત જાણીને ચોંકી જશો!

CM ભગવંત માન ચંદીગઢમાં એક ખાનગી સમારંભમાં ડૉ. ગુરપિત કૌર સાથે લગ્ન કરશે. ભગવંત માન-ગુરપ્રીત કૌરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે

Top Stories India

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુરુવારે લગ્નના બંધનમાં બંધાશે. આ તેમના બીજા લગ્ન હશે. સીએમ માન ચંદીગઢમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે. ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન પર શુભેચ્છા પાઠવી.ભાજપના નેતા બગ્ગાએ ટ્વિટર પર રૂ. 568ના ઓર્ડરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે તેમણે ભગવંત માનને ઓનલાઈન મોકલ્યો છે. તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે ભગવંત માનના લગ્ન પર મેં તેમને ફૂલોનો ગુલદસ્તો મંગાવ્યો હતો.

તેમણે ટ્વિટ કર્યું, ‘ભગવંત માન જીને તેમના લગ્ન પર ફૂલ અને શુભેચ્છાઓ મોકલ્યા. ભાજપના તેજીન્દર બગ્ગા ટ્વિટર પર એક્ટિવ રહે છે. તેમણે ભગવંત માનને કોમેડિયન સીએમ કહ્યા.

CM ભગવંત માન ચંદીગઢમાં એક ખાનગી સમારંભમાં ડૉ. ગુરપિત કૌર સાથે લગ્ન કરશે. ભગવંત માન-ગુરપ્રીત કૌરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના કેબિનેટ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.