Ahmedabad News : અમદાવાદના નરોડામાં ફ્રૂટના વેપારી સાથે બનેલી હનીટ્રેપની ઘટનાએ શહેરને ચોંકાવી દીધું છે. આ ઘટનામાં એક યુવતીએ વેપારીનો સંપર્ક સાધીને નોકરીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ વેપારીને મળવા માટે બોલાવ્યા હતા અને શહેરના વિવિધ સ્થળોએ તેમની સાથે ફરી હતી.
અચાનક જ અડાલજ નજીક ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના નામે 4 અજાણ્યા શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ વેપારીને કડીના એક ખેતરમાં લઈ જઈને તેમના કપડાં કઢાવી નાખ્યા હતા અને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. વેપારીએ પૈસા આપવાનો ઈન્કાર કરતાં અપહરણકર્તાઓએ તેમને માર માર્યો હતો અને તેમની પાસેથી રોકડા 12 હજાર રૂપિયા, 600 દિરહામ, એક ઘડિયાળ અને મોબાઈલ ફોન લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ અપહરણકર્તાઓ ફરાર થઈ ગયા હતા.
પીડિત વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ઉભો કર્યો છે અને લોકોમાં સલામતી અંગે ચિંતા વધી છે. પોલીસે લોકોને આવા અજાણ્યા લોકોથી સાવધાન રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
