Jamnagar News/ શેરબજારમાં રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી, 2 આરોપી ઝડપાયા

જામનગરમાં એક વ્યકિતને શેરબજાર રોકાણના નામે 1.81 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાં 2 આરોપી ઝડપાયા છે.

Top Stories Gujarat Others

Jamnagar News :  જામનગરમાં એક ચોંકાવનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં જામનગરમાં એક નાગરિકને શેરબજારમાં રોકાણ કરવાનું કહીને રૂ. 1.81 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાએ ઓનલાઈન છેતરપિંડીના વધતા જતા જોખમ અંગે ચિંતા વધારી છે.

જામનગરના એક વરિષ્ઠ નાગરિક સાથે  શેરબજારમાં રોકાણ કરવાના બહાને 4 મહિના પહેલાં છેતરપિંડી કરવામાં આવી હતી. 1 કરોડ 81 લાખ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં થયા પછી પોતાના એકાઉન્ટ આરોપીઓને વાપરવા આપનાર 2 શખ્સને ગિર સોમનાથમાંથી ઝડપી લેવાયા છે. જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા પછી પીએસઆઈ પી.વી. ગોહિલ અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી.

આ શખ્સોએ એક બનાવટી એપના માધ્યમથી વોટ્સએપ, મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ગઈ તા.30-09-24 થી તા.23-10-24 સુધીમાં ઉપરોક્ત રકમ વિવિધ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી હોવાથી તેનું એનાલિસિસ શરૂ કર્યું હતું. તેમાં ગીરસોમનાથમાં એક આરોપીના માહિતી મળી હતી, જેના પગલે ત્યાં દોડી ગયેલી સાયબર ક્રાઈમ પોલીસે મૂળ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના વતની અને હાલમાં રાજકોટમાં મેટોડા જીઆઈડીસી નજીક અંજલી પાર્કમાં રહેતા કિશોર વાલાભાઈ જોગદીયા અને ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાના સાણાવાકીયા ગામના ઘનશ્યામ મધુભાઈ પરમાર નામના 2 શખ્સને ઝડપી લીધા છે. આ શખ્સોનો મોબાઈલ કબજે કરાયો છે. આ શખ્સોએ કૌભાંડકારોને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હોવાનું ખૂલ્યું છે. જેની પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ