Anand News/ ખંભાતના નગરા ગામે દેવાયત ખવડે શૌર્યરસ લલકાર્યો અને ભક્તોએ નોટો-સિક્કાઓનો અભિષેક કર્યો

આણંદના ખંભાતના નગરા ગામમાં યોજાયેલા લોકડાયરામાં Devayat Khavad પર સોના-ચાંદીના સિક્કા અને નોટોનો વરસાદ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Gujarat Others Trending
Devayat Khavad Lok Dayro Khambhat

Devayat Khavad Lok Dayro Khambhat: આણંદ જિલ્લાના ઐતિહાસિક નગરા ગામમાં તાજેતરમાં ભક્તિ અને શૌર્યનો અદભૂત સંગમ જોવા મળ્યો. ડાંગર પરિવાર દ્વારા આયોજિત શ્રી મોમાંઈ માતાજી અને શ્રી સિકોતર માતાજીના નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં રૂપિયાની સાથે સોના-ચાંદીની પ્રતિકૃતિ જેવી નોટોનો વરસાદ થતા સોશિયલ મીડિયા પર તેના વીડિયો વાયરલ થયા છે.

Devayat Khavad Lok Dayro Khambhat

Devayat Khavad ના ડાયરામાં જમાવટ

મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન રાત્રિ ‘સંતવાણી અને લોકડાયરા‘માં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દેવાયત ખવડ, માયાબેન ભરવાડ અને પિન્ટુ ડાંગરે પોતાની કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે દેવાયત ખવડે શૌર્યરસની વાતો અને માતાજીના છંદ લલકાર્યા ત્યારે ડાયરામાં હાજર ભક્તો અને સ્નેહીજનોએ મંચ પર સોના અને ચાંદીના સિક્કા તથા નોટોનો અભિષેક કર્યો હતો. આ દૃશ્યો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

Devayat Khavad Lok Dayro Khambhat

બે દિવસીય ભવ્ય મહોત્સવ

નગરા ગામમાં આયોજિત આ મહોત્સવમાં બે દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાઈ હતી, જેમાં પ્રથમ દિવસે ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત અને જળયાત્રા બાદ માતાજીની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી અને રાત્રે પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલી હતી. મહોત્સવના બીજા દિવસે વહેલી સવારે હોમ-હવન અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારબાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી અને હજારો ભાવિકોએ આ અવસરે મહાપ્રસાદનો લાભ લીધો હતો.

સમગ્ર પંથક બન્યો ભક્તિમય

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે ડાંગર પરિવાર અને નગરા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ડાયરામાં થયેલા સોના-ચાંદીના વરસાદના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, જે લોકસાહિત્ય પ્રત્યેના લોકોના ક્રેઝ અને માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને દર્શાવે છે. કાર્યક્રમમાં સાધુ-સંતો અને રાજકીય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: આણંદના સાંસેજમાં બૂથ નંબર-1 પર ફરજ બજાવતા કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો: આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત

આ પણ વાંચો: આણંદ-વડોદરા વચ્ચે ફરી જોડાયો સંપર્ક: 20ના મોત બાદ ગંભીરા બ્રિજ તૈયાર