Not Set/ અમારું સપનું છે: ચપ્પલ પહેરવાવાળા પણ વિમાનમાં બેસે- પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડને ૨૭૨૧૨ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. બલીયાપુર એરપોર્ટમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં એમણે આ વિસ્તારમાં પાંચ મોટી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટના પુનરુદ્ધાર, પતરાતુ સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, દેવઘર એરપોર્ટનો વિકાસ, દેવઘર એઈમ્સ અને રાંચીમાં પાઈપ લાઈન ગેસ વિતરણ યોજના શામેલ છે. પ્રધાનમંત્રીએ સીસીએલ વિસ્થાપિતોને નિયુક્તિ પત્ર […]

Top Stories India Trending

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડને ૨૭૨૧૨ કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. બલીયાપુર એરપોર્ટમાં આયોજિત મુખ્ય
કાર્યક્રમમાં એમણે આ વિસ્તારમાં પાંચ મોટી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ યોજનાઓમાં સિંદરી ફર્ટિલાઇઝર પ્લાન્ટના
પુનરુદ્ધાર, પતરાતુ સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, દેવઘર એરપોર્ટનો વિકાસ, દેવઘર એઈમ્સ અને રાંચીમાં પાઈપ લાઈન ગેસ વિતરણ
યોજના શામેલ છે. પ્રધાનમંત્રીએ સીસીએલ વિસ્થાપિતોને નિયુક્તિ પત્ર પણ આપ્યા હતા. પ્રધાનમંત્રીની હાજરીમાં રાજ્યમાં ૨૫૦
ઔષધી કેન્દ્રો ખોલવા માટે સમજુતી કરવામાં આવી હતી.

સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ૨૦૧૪ની ચુંટણી સમયે એમણે સૂબાની જનતાને વચન આપ્યું હતું કે વિકાસના માધ્યમથી તેઓ
વ્યાજ સમેત પાછુ આપી રહ્યા છે. પીએમએ કહ્યું કે ગઈ ચુંટણી વખતે તેઓ કહેતા હતા કે ઝારખંડને વિકાસ માટે ડબલ એન્જીનની
જરૂર છે, હવે દિલ્હી અને રાંચીની સરકાર લક્ષ્ય નિર્ધારિત કરીને વિકાસ કેમ થઇ છે એનો અનુભવ જનતા ને કરવી રહ્યા છે.
પીએમએ હાલિયા ચુંટણીમાં બીજેપીની જીત બદલ રઘુવર સરકારને અભિનંદન આપ્યા હતા. એમણે કહ્યું કે ચુંટણીનું પરિણામ દર્શાવે
છે કે જનતા દિલ્હી અને રાંચીની સરકાર વિશે શું વિચારે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ૨૭ હજાર કરોડના પાંચ મોટા પ્રોજેક્ટનો શીલાન્યાસ કરવામાં આવ્યો છે. ઝારખંડની જનતા હીરા પર બેઠી
છે, અહીનો જ કોલસો, અહીયાની જ વીજળી. પતરાતુ પાવર પ્લાન્ટ આ વિસ્તારના આર્થિક વિકાસની સાથે રોજગારનું પણ
નિર્માણ થશે.

વીજળીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વોટબેંકની રાજનીતિમાં લાગેલા લોકોને ઉપેક્ષિત લોકોની ફિકર નથી હોતી. અમે
સૌનો સાથ , સૌનો વિકાસના વિચારો પર ચાલીએ છીએ. નિર્ધારિત સમય મર્યાદા પહેલા દેશના ૧૮ હજાર ગામડાઓમાં વીજળી
પહોચાડીને રહીશું. લોકો આજે ગામડે-ગામડે જઈને ચેક કરે છે કે વીજળી પહોચી છે કે નહિ.

સિંદરી અને ધનબાદ માં ખુબ પ્રગતિ થઇ શકવાની સંભાવના છે. બરૌની, ગોરખપુર, સિન્દરીનું કારખાનું ચાલુ થવાથી પૂર્વ ભારતમાં
કૃષિ ક્રાંતિમાં મદદ મળશે. એમણે કહ્યું કે અમારી સરકારમાં દેશમાં યુરિયાની ચોરી બંધ થઇ છે. ખ્હેદુતોને લાઈનમાં નથી ઉભું રહેવું
પડતું કે નથી લાઠીઓ ખાવી પડતી.

પીએમએ જણાવ્યું કે દેશના ૭૦ જિલ્લાઓમાં પાઈપલાઈનથી ગેસ પહોચાડવાનું કામ ચાલી રહ્યું છે. એમણે કહ્યું કે દેવઘર એઈમ્સથી
આ ક્ષેત્રના લોકોને ઈલાજ કરાવવા માટે દિલ્હી સુધી નહિ આવવું પડે. દેવ્ઘરમાં બાબાનું માંન્ન્દીર હોવાથી પર્યટનની અપાર
સંભાવનાઓ છે.એરપોર્ટના એક્સ્ટેન્શનથી આ દિશામાં લાભ મળશે. પર્યટન મંત્રાલય પણ દેવઘરનો વિકાસ કરવા માટે ગંભીર છે.
પીએમએ કહ્યું કે અમારુ સપનું છે કે ચપ્પલ પહેરવાવાળા પણ વિમાનની સફર કરે. ગયા વર્ષે રેલ્વેના એસી ક્લાસ કરતા લોકોએ
વિમાનમાં વધારે સફર કરી હતી. આઝાદીના ૭૫ વર્ષ બાદ એટલેકે ૨૦૨૨ સુધીમાં દેશમાં કોઈ ગરીબ ઘર વિહોણું ના રહે એ અમારું
લક્ષ્ય છે.

પીએમની સાથે મંચ પર રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ, મુખ્યમંત્રી રઘુવર દાસ, કેન્દ્રીય મંત્રી આર.કે.સિંહ, અશ્વિની ચૌબે અને સુદર્શન
ભગત સહીત રાજ્યના મંત્રી, સથાનીય સંસદસભ્ય અને વિધાનસભ્ય હાજર હતા.