Junagadh News/ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર દબાણ હટાવતી વખતે બબાલ, લાકડી લઈને અરજદારને મારવા દોડ્યાનો VIDEO વાયરલ

જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે દબાણ (Junagadh Encroachment) હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકો અને અરજદાર વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એક શખસ લાકડી લઈને અરજદાર તરફ દોડ્યો હોવાના દૃશ્યો સામે આવ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
Junagadh Encroachment હટાવતાં બબાલ, હાથમાં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો

Junagadh News: જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ગેરકાયદે દબાણ (Junagadh Encroachment) હટાવવાની કામગીરી દરમિયાન ભારે બબાલ સર્જાઈ હતી. ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ કાર્યવાહી માટે પહોંચી ત્યારે સ્થાનિક રહીશો અને ફરિયાદ કરનાર અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને અરજદાર તરફ દોડતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સાથે જ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ તંગ બનતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

6 મીટરના રસ્તા પર ઢાળ બનાવાતા ફરિયાદ

મળતી માહિતી મુજબ, ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે આશરે 6 મીટર પહોળો રસ્તો આવેલો છે. સ્થાનિક સ્તરે રસ્તા પર ઢાળ બનાવી દેવાતા વાહનવ્યવહાર માટે જગ્યા સાંકડી થઈ ગઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ સમસ્યા અંગે અરજદાર વિરેન્દ્ર શાહે આશરે બે મહિના પહેલાં જૂનાગઢ મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અને ત્યારબાદની રજૂઆતના આધારે મનપાની દબાણ (Junagadh Encroachment) શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી.

Junagadh Encroachment હટાવવાની કામગીરી શરૂ થતાં વિરોધ

મહાનગરપાલિકાની ટીમે દબાણ (Junagadh Encroachment) દૂર કરવાની કામગીરી શરૂ કરતાં જ સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ફરિયાદ કરનાર અરજદાર સામે સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હોવાનો આક્ષેપ છે. વાતાવરણ વધુ ગરમાતાં ગાળો અને ધમકી આપવાના આક્ષેપો પણ થયા હતા. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિ હાથમાં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો હોવાના દૃશ્યો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

‘મારા પર હુમલો કરવાનો પ્રયાસ થયો’: અરજદાર

અરજદાર વિરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, રસ્તો સાંકડો થઈ જવાના મુદ્દે તેમણે મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદના આધારે દબાણ (Junagadh Encroachment) શાખાની ટીમ કાર્યવાહી માટે આવી હતી. તેમના જણાવ્યા મુજબ, કામગીરી દરમિયાન એપાર્ટમેન્ટના કેટલાક સ્થાનિકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની હાજરીમાં પણ હુમલાનો પ્રયાસ થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ અરજદારે કરી છે.

કોર્પોરેટરે શું કહ્યું?

વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વિનેશ હદવાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોનો ફોન આવતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમનો દાવો છે કે તેઓ માત્ર કામગીરી જોવા અને સમગ્ર પરિસ્થિતિ સમજવા માટે ત્યાં ગયા હતા. તેમણે જણાવ્યું કે અરજદાર દ્વારા આશરે બે મહિના પહેલાં કરવામાં આવેલી ફરિયાદ અંગે સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

દબાણ કરનારને બે વખત નોટિસ અપાઈ હતી

મનપાની દબાણ (Junagadh Encroachment) શાખાના અધિકારી એચ. કે. સોંદરવાના જણાવ્યા મુજબ, ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસેના આશરે 6 મીટર પહોળા રસ્તા પર ઢાળ બનાવવામાં આવી હતી. તેના કારણે રસ્તો સાંકડો થતો હોવાથી સંબંધિત દબાણ કરનારને બે વખત નોટિસ આપવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, અરજદારની રજૂઆતને આધારે જ દબાણ શાખાની ટીમ કાયદેસરની કાર્યવાહી માટે સ્થળ પર પહોંચી હતી. જોકે, કામગીરી દરમિયાન અરજદાર અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસને સ્થળ પર બોલાવવી પડી હતી.

હાલ આ સમગ્ર મામલે વાયરલ વીડિયો અને CCTV ફૂટેજને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. દબાણ (Junagadh Encroachment) દૂર કરવાની કાર્યવાહી દરમિયાન સર્જાયેલી બબાલમાં ખરેખર શું બન્યું હતું અને કોઈ કાયદો તોડાયો છે કે નહીં, તે અંગે આગળની કાર્યવાહી બાદ વધુ સ્પષ્ટતા થઈ શકે છે.


આ પણ વાંચો:જૂનાગઢમાં દબાણ હટાવવા મામલે મુખ્યમંત્રીના નામનો રૂઆબ, મનપાની કામગીરી સામે રોષ

આ પણ વાંચો:જૂનાગઢ ખેતી બેંક ચૂંટણીમાં રાજકીય ઘમાસાણ: AAP ઉમેદવારનું ફોર્મ રદ, ભાજપ ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા વિવાદ

આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસું કેમ અટક્યું? જૂનાગઢ કૃષિ યુનિ.ના નિષ્ણાંતે કરી મોટી આગાહી