#Junagadhnews/ ગુજરાતમાં ચોમાસું કેમ અટક્યું? જૂનાગઢ કૃષિ યુનિ.ના નિષ્ણાંતે કરી મોટી આગાહી

જાણીતા હવામાન નિષ્ણાંત ડો. ધીમંત વઘાસિયાએ આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું (Monsoon)સામાન્ય ગતિ કરતાં થોડું મોડું ગૂજરાતમાં પ્રવેશ કરશે. હાલમાં તે સુરત પર અટકેલુ છે.

Gujarat Others Breaking News
Monsoon

Junagadh News: ગુજરાતમાં ચોમાસા (Monsoon)ના આગમનને લઈને રાજ્યભરના ખેડૂતો અને નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જાણીતા હવામાન નિષ્ણાંત ડો. ધીમંત વઘાસિયાનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય ગતિ કરતાં થોડું મોડું ચાલી રહ્યું છે અને હાલમાં તે સુરત પર સ્થિર થયું છે.

આગામી 2 થી 3 દિવસ સુરતમાં  ચોમાસા (Monsoon)નું આગમન

હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આગામી 2 થી 3 દિવસ સુધી ચોમાસું સુરત આસપાસ જ રોકાશે. જો કે, ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાતાવરણમાં સાનુકૂળ ફેરફારો થઈ રહ્યા છે. આગામી 3 દિવસ બાદ પરિસ્થિતિ બદલાશે અને ચોમાસું ઝડપથી આગળ વધશે.

 જુલાઈની શરૂઆતમાં આ વિસ્તારોમાં જામશે વરસાદી માહોલ

વાતાવરણ સાનુકૂળ થતાંની સાથે જ ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું સક્રિય થશે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં જોરદાર વરસાદી માહોલ જામવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ટૂંક સમયમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ જશે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની નજીક હવાનું દબાણ (Low Pressure) સર્જાઈ રહ્યું છે. જેના કારણે 4, 5 અને 6 જુલાઈએ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધી જશે.

જૂનાગઢમાં 10 વર્ષનો સૌથી મોટો વરસાદી દુષ્કાળ!

ડો. ધીમંત વઘાસિયાએ એક ચોંકાવનારો આંકડો શેર કરતા જણાવ્યું કે, જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં જૂનાગઢમાં હજી સુધી ૦ મિલીમીટર (તદ્દન કોરો) વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં વરસાદનો આવો ગંભીર ઘટાડો છેલ્લા 10 વર્ષમાં ક્યારેય જોવા મળ્યો નથી, જે ચિંતાનો વિષય છે. પરંતુ, જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જ આ ચિંતા દૂર થાય તેવા મજબૂત સંકેતો હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે.


આ પણ વાંચો: દેશભરમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMDની મોટી આગાહી

આ પણ વાંચો: ગુજરાત 2થી 3 જુલાઈ દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ, 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં મેઘમહેર: ધંધુકા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

 

Monsoon, GujaratMonsoon, RainForecast, WeatherUpdate, JunagadhAgriUniversity, DrDhimantVaghasia, SaurashtraRain, BreakingNews